ઝાપટો : રૈયા ચોકડીએ બનશે હાઇજેનીક ફૂડ સ્ટ્રીટ

11 February 2019 04:45 PM
Rajkot
  • ઝાપટો : રૈયા ચોકડીએ બનશે હાઇજેનીક ફૂડ સ્ટ્રીટ
  • ઝાપટો : રૈયા ચોકડીએ બનશે હાઇજેનીક ફૂડ સ્ટ્રીટ

કાંકરીયાની જેમ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ખાણીપીણીની સ્માર્ટ બજાર : મીરાણી-પટેલનો વોર્ડ પસંદ કરતા ઉદય કાનગડ

Advertisement

રાજકોટ તા.11
અમદાવાદની જેમ જ રાજકોટમાં પણ હાઇજેનીક ફૂડ સ્ટ્રીટની થીમ પર રૈયા ચોકડી પાસે હાલના સીટી બસ પાર્કિંગ બાજુના પ્લોટમાં ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે બજેટ મંજૂર કરવા સાથે સ્ટે.ચેરમેન ઉદય કાનગડે કરી છે.
વોર્ડ નં.9માં ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને પૂર્વ ચેરમેન પુષ્કર પટેલના વિસ્તારમાં રાજકોટની આ પ્રથમ ફૂડ સ્ટ્રીટ બનવાની છે. હવે બજારો 24 કલાક ખુલ્લી રાખવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી ત્યારે રંગીલી પ્રજાને આ સુવિધા મનપા આપશે.
ઉદય કાનગડે જણાવ્યું હતું કે અમદાવાદમાં કાંકરીયા તળાવ પાસે આવેલી હાઇજેનીક ફૂડ સ્ટ્રીટની થીમ પર રાજકોટમાં રૈયા ચોકડી પાસે હાઇજેનીક ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવશે. શહેરીજનોને કુદરતી તત્વોથી ભરપૂર અને પૌષ્ટીક એવો નાસ્તો, જયુસ, શરબત વિગેરે મળી રહે સાથો સાથ નાના ધંધાર્થીઓને રોજગાર મળી રહે તે માટે શહેરમાં રૈયા ચોકડી નજીક હાઇજેનીક ફૂડ સ્ટ્રીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના માટે રૂા.100 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
ફૂટ ઓવરબ્રીજ
જયુબેલી ગાર્ડન અને ગાંધી મ્યુઝીયમને જોડતો ફૂડ ઓવરબ્રીજ બનાવવા માટે રૂા.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
જયુબેલી ગાર્ડન નવીનીકરણ
શહેરની મઘ્યમાં આવેલો જયુબીલી ગાર્ડન રાજાશાહી વખતની વિરાસત છે. આ ગાર્ડનના નવીનીકરણ માટે રૂા.75 લાખની જોગવાઇ કરવામાં આવી છે.


Advertisement