રાહબર જ ગુમરાહ કરે તો કોને ફરિયાદ કરવી? દેશમાં બોગસ યુનિવર્સિટીઓનો રાફડો ફાટયો

11 February 2019 04:43 PM
India

યુજીસીએ રાજયોને 22 જેટલી નકલી યુનિવર્સિટીની યાદી મોકલી કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવ્યું

Advertisement

નવી દિલ્હી તા.11
યુજીસીએ રાજય સરકારોને 22 બોગસ યુનિવર્સિટીઓની યાદી મોકલીને યુજીસી એકટ અને ભારતીય કાયદા અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા છાત્રોની ડિગ્રી માન્ય નથી.
યુજીસીએ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતા પહેલા વિશ્ર્વ વિદ્યાલય યુજીસીની માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની જાણકારી યુજીસીની વેબસાઈટ પર મેળવી લેવાનો આગ્રહ કર્યો છે.
યુજીસીનું કહેવું છે કે દિલ્હીના ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પાસે ડીગ્રી પ્રોગ્રામનો અભ્યાસ કરવાની કોઈ માન્યતા જ નથી.
આવી જ રીતે બોગસ યુનિવર્સિટીની યાદીમાં દિલ્હીની કોમર્શિયલ યુનિવર્સિટી દરિયાગંજ, યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી દિલ્હી, વોકેશનલ યુનિવર્સિટી દિલ્હી એડીઆર સેન્ટ્રલ જુરિડીકલ યુનિવર્સિટી નવી દિલ્હી, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ દિલ્હી, વિશ્ર્વકર્મા ઓપન યુનિવર્સિટી તેમજ આધ્યાત્મિક વિશ્ર્વ વિદ્યાલય (સ્પીરિચ્યુઅલ યુનિવર્સિટી)નું નામ સામેલ છે.
આ સિવાય ઉતરપ્રદેશની વારાણસેય સંસ્કૃત વિધિ, મહિલા ગ્રામપીઠ અલાહાબાદ, ગાંધી હિન્દી વિદ્યાપીઠ અલાહાબાદ નેશનલ યુનિવર્સિટી ઓફ ઈલેકટ્રો કોમ્પલેકસ, હોમીયોપેથી કાનપુર, નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી અલીગઢ ઉતર પ્રદેશ વિધિ કોસીકલા મથુરા, મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન પ્રતાપગઢ, ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ નોઈડા અને ગુરુકુલ વિશ્ર્વ વિદ્યાલય વૃંદાવનનું નામ પણ બોગસ યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ છે.
આવી બોગસ યુનિવર્સિટીની યાદીમાં બાડાગનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજયુકેશનલ સોસાયટી કર્ણાટક, સેન્ટ જોન્સ યુનિવર્સિટી કૃષ્ણાઅટ્ટમ કેરળ, રાજા અરેબિક યુનિવર્સિટી નાગપુર, ડીડીબી સંસ્કૃત યુનિવર્સિટી તામિલનાડુ, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ઓલ્ટરનેટીવ મેડીસીન કોલકતા, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓલટરનેટીવ મેડીસન એન્ડ રિસર્ચ કોલકતા પણ સામેલ છે.


Advertisement