વંદે માતરમ ટ્રેનમાં ઘરનું ખાવાનું નહીં લઈ જઈ શકાય, ટ્રેનમાંથી જ ખરીદવું પડશે!

11 February 2019 04:25 PM
India
  • વંદે માતરમ ટ્રેનમાં ઘરનું ખાવાનું નહીં લઈ જઈ શકાય, ટ્રેનમાંથી જ ખરીદવું પડશે!

દેશની સૌથી ઝડપી ટ્રેન 18 વંદેમાતરમને તા.15મીએ પીએમ મોદી લીલીઝંડી આપશે

Advertisement

નવી દિલ્હી તા.11
સામાન્ય રીતે ટ્રેનમાં યાત્રા દરમિયાન યાત્રીઓ ઘરેથી ખાવાનું લઈને જતા હોય છે પરંતુ વંદેભારત એકસપ્રેસ કે ટ્રેન 18માં આ શકય નહીં બને, યાત્રીઓએ ટ્રેનમાંથી જે ફરજિયાત પૈસા ખર્ચીને ભોજન, ચા કે નાશ્તો લેવો પડશે.
રાજધાની અને દૂરંતો એકસપ્રેસ જેવી ટ્રેનોમાં ટ્રેનમાંથી ખાવાનું લેવું કે ન લેવું તેનો વિકલ્પ રહે છે.
સૂત્રો અનુસાર ને યાત્રી અલાહબાદથી વારાણસીની ટિકીટ બુક કરાવે છે તો યાત્રા દરમિયાન ખાવાનો વિકલ્પ પસંદ નથી કરી શકતો. પસંદ કરે તો તેને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. વડાપ્રધાન મોદી 15મીએ ફેબ્રુઆરીએ આ ટ્રેનને લીલીઝંડી બનાવશે.
ટ્રમ-18 વંદેભારત એકસપ્રેસના એકઝીકયુટીવ કલાસ અને ચેરકાર માટે ખોરાકનું મૂલ્ય અલગ અલગ રહેશે. નવી દિલ્હીથી વારાણસી વચ્ચે એકઝીકયુટીવ કલાસમાં સફર કરનાર યાત્રીએ સવારના ચા, નાશ્તો અને લંચ માટે 399 રૂપિયા આપવા પડશે તો ચેરકારમાં 344 રૂપિયા આપવા પડશે. નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજ વચ્ચે સફર કરનારા યાત્રીઓને એકઝીકયુટીવ કલાસમાં રૂા.155 અને ચેરકારમાં રૂા.122 ખર્ચ કરવા પડશે. વારાણસી અને નવી દિલ્હીની યાત્રા દરમિયાન યાત્રીઓને એકઝીકયુટીવ કલાસમાં 349 રૂપિયા અને ચેરકારમાં રૂા.289 ખર્ચવા પડશે. તેમને સાંજની ચા, નાશ્તો અને રાતનું ડિનર અપાશે.
વંદેભારતનું ભાડુ પ્રીમીયમ ટ્રેનોના મુકાબલે અધિક રહેશે. 755 કી.મી.ની યાત્રામાં ટ્રેન બે સ્ટેશનો કાનપુર અને પ્રયાગરાજ ખાતે ઉઙી રહેશે. આ ટ્રેન 8 કલાકમાં યાત્રા પુરી કરશે, હાલના સમયે તેજ ગતિએ ચાલતી અન્ય ટ્રેનોને આ યાત્રા કરવામાં 11.30 કલાક
લાગે છે.


Advertisement