પ્રિયંકા ગાંધી પણ ટવીટર પર આવી ગયા

11 February 2019 04:18 PM
India
  • પ્રિયંકા ગાંધી પણ ટવીટર પર આવી ગયા

રાહુલ સહીત ફકત સાતને ફોલો કરે છે

Advertisement

નવી દિલ્હી તા.11
આજે લખનઉમાં રોડ શો કરવા જઈ રહેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટવીટર પર પણ એન્ટ્રી કરી છે. આજે તેઓએ પ્રિયંકા ગાંધી- વાડ્રાના નામથી પોતાનું ટવીટર એકાઉન્ટ શરુ કર્યુ છે. પ્રિયંકાએ ફકત સાતને ફોલો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલ તથા બે રાજયોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. જયારે થોડી જ મીનીટોમાં પ્રિયંકાના 16500 ફોલોઅર્સ થઈ ગયા છે. પ્રિયંકાએ પોતાના ડેઝીગ્નેશનમાં જનરલ સેક્રેટરી ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ તેવું લખ્યું છે. આમ દેશમાં રાજકીય નેતાઓમાં ટવીટર પર આવનાર તેઓ વધુ એક નેતા બની ગયા છે. પ્રિયંકા ટવીટની હવે રાહ જોવાશે.


Advertisement