આઈડીબીઆઈ હવે એલઆઈસી બેંક બને તેવી શકયતા

11 February 2019 04:16 PM
India
Advertisement

મુંબઈ તા.11
સરકારે જાહેર ક્ષેત્રની વધુ એક બેંક આઈડીબીઆઈને બચાવવા માટે એલઆઈસીને સોંપી દેવા તૈયારી કરી છે. હાલમાં જ આઈડીબીઆઈએ જે વચગાળાના પરિણામ જાહેર કર્યા તેમાં રૂા.4185.48 કરોડની ખોટ દર્શાવી છે જે ડીસેમ્બર 2018માં રૂા.1524.31 કરોડ હતી. વાસ્તવમાં આ બેંકે બે કવાર્ટરમાં રૂા.7787 કરોડની ખોટ કરી છે. અગાઉ એલઆઈસીએ આ બેંકને ઉગારવા માટે રૂા.12 હજાર કરોડ નાંખ્યા હતા તેની પણ 65 ટકા રકમ ધોવાઈ ગઈ છે. હવે એલઆઈસી આ બેંકનો હવાલો સંભાળી લેવા તૈયાર છે અને તેનુ નામ બદલીને એલઆઈસી બેંક કરી લે તેવી શકયતા છે.


Advertisement