મોરબીમાં દશનામ ગૌસ્વામી સમાજનો સમુહલગ્નોત્સવ

11 February 2019 04:02 PM
Morbi
  • મોરબીમાં દશનામ ગૌસ્વામી સમાજનો સમુહલગ્નોત્સવ
  • મોરબીમાં દશનામ ગૌસ્વામી સમાજનો સમુહલગ્નોત્સવ

7 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડયા : રકતદાતાનું રકતદાન

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના તેમજ સમાજની પ્રગતિ મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળે સતત સક્રિય રહે છે અને સમયાંતરે સમુહલગ્નનું આયોજન પણ કરવામાં આવે છે જો કે આ વખતે સમુહલગ્નની સાથે સામાજિક જવાબદારીનાં ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું હતું ગઈકાલે મોરબી નજીકના રામધન આશ્રમ મહેન્દ્રનગર રોડ ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને આગેવાનોના આશીર્વાદ સાથે સાત યુગલો લગ્નગ્રંથીએ જોડાયા હતા.
અત્રે ઉલેખનીય છે કે, દાતાઓ તરફથી મળેલા સહયોગ થકી ક્ધયાઓને કર્યાવરમાં સોના-ચાંદીના દાગીના તેમજ ગૃહ ઉપયોગી કુલ 74 વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી આ સમૂહલગ્નમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વારીબેન, સમારંભના અધ્યક્ષ મનસુખપુરી રામપુરી ગોસ્વામી(પૂર્વ પ્રમુખ મહા ગુજરાત દશનામ ગોસ્વામી મંડળ-ભાવનગર),ડો.મનીષભાઈ ગોસ્વામી, ગોસ્વામી ગુલાબગીરી ઘેલુંગિરી, સોમગીરી પ્રભાતગીરી ગોસ્વામી સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો,સૌરાષ્ટ્ર-કરછ ગુજરાતના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો,અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તમામે નવદંપતી તેમજ સમાજના લોકોને વ્યસન ફેશન તથા કુરિવાજોને છોડીને શિક્ષણમાં વધુ ધ્યાન આપવા માટેની ટકોર કરી હતી આ સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના અમિતગીરી ગુણવંતગીરી,તેજશગીરી મગનગીરી, નિતેશગીરી મનહરગીરી, કીર્તિગીરી ઉમેદગીરી,પંકજગીરી ગુણવંતગીરી, હાર્દિકગીરી, બળવંતગીરી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી


Advertisement