મોરબીમાં લજાઇ ગામે તંત્રએ બાળલગ્ન અટકાવ્યા

11 February 2019 04:00 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
21 મી સદીમાં પણ બાળલગ્નો થઇ રહ્યા છે.આ બાબત અશિક્ષણની ચાડી ખાઇ રહેલ છે ત્યારે કાયદાથી વિરુદ્ધ થતા આવા બાળ લગ્ન અટકાવવા માટે કાર્યરત ટીમે ટંકારાના લજાઈ ગામે બાળલગ્ન અટકાવ્યા હતા.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કચેરીને મળેલ માહિતી આધારે ટંકારાના લજાઈ ગામે યોજાનાર લગ્ન સ્થળે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એ.એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા એકમ અને ટંકારા પોલીસ ટીમો પહોંચી હતી.જયાં તપાસ કરવામા આવતા દીકરાની ઉંમર માત્ર 18 વર્ષ અને 5 મહિના જ થતી હોય આ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા હતા . બાળ લગ્ન પ્રતિબંધક ધારો-2006 અન્વયે કાર્યવાહી પણ હાથ ધરવામા આવી હતી. બાળસુરક્ષા એકમના વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, ઈશાબેન સોલંકી, સમીરભાઈ લધડ, વિશાલભાઈ રાઠોડ સહિતની ટીમ કામગીરીમાં જોડાઈ હતી.


Advertisement