ગિરનાર આરોહણ રાષ્ટ્રીય સ્પર્ધામાં જુનાગઢનો યુવાન પ્રથમ વિજેતા

11 February 2019 03:33 PM
Junagadh
  • ગિરનાર આરોહણ રાષ્ટ્રીય સ્પર્ધામાં જુનાગઢનો યુવાન પ્રથમ વિજેતા
  • ગિરનાર આરોહણ રાષ્ટ્રીય સ્પર્ધામાં જુનાગઢનો યુવાન પ્રથમ વિજેતા
  • ગિરનાર આરોહણ રાષ્ટ્રીય સ્પર્ધામાં જુનાગઢનો યુવાન પ્રથમ વિજેતા

સીનીયર બહેનોમાં મોરબીના મહિલા પોલીસ કર્મી વિજેતા: 503 સ્પર્ધકોમાંથી 136 સ્પર્ધકો ગેરહાજર: દેશભરમાંથી 11 રાજયોના સ્પર્ધકોએ ગિરનારને આંબવા દોડ મુકી: પ્રથમ, દ્વિતીય, તૃતિય વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત: 20થી વધુ સ્પર્ધકો ઢીલાઢબ, સારવાર અપાઈ

Advertisement

જુનાગઢ તા.11
જુનાગઢના ગરવા ગિરનારને ભરી પીવા માટે ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય હતી. આ 12મી સ્પર્ધામાં દેશભરમાંથી 11 રાજયોના સ્પર્ધકો ભાઈ બહેનો જોડાયા હતા. કુલ 503 ની એન્ટ્રી નોંધાયેલ તેમાંથી 367 સ્પર્ધકો એ દોટ મુકી હતી જયારે 36 સ્પર્ધકો આવ્યા ન હતા.
સિનીયર જુનીયર ભાઈઓ
ગીરનારને ભરી પીવા સિનીયર જુનીયર ભાઈઓને 5000 પગથીયા માં અંબાજી સુધી અને સિનીયર જુનીયર બહેનોને માળીના પરબ સુધીના 2200 પગથીયા ચડી ઉતરી આવવાની આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગઈકાલે તા.10/2ને રવીવારના સવારે યોજવામાં આવી હતી. ચાર વિભાગમાં આ સ્પર્ધામાં સીનીયર જુનીયર ભાઈઓ અને બહેનોમાં સીનીયર જુનીયરની કીલ ચાર વિભાગો રાખવામાં આવેલ હતા.
સિનીયર ભાઈઓ
સીનીયર ભાઈઓમાં જુનાગઢનો અમીત રાઠોડે 56.46 મીનીટમાં ગીરનારના 5000 પગથીયા ચડી ઉતરી પ્રથમ નંબરે આવ્યો હતો.
જુનીયર ભાઈઓ
જુનીયર ભાઈઓમાં સ્વામી વી.વી. મંદર જુનાગઢનો, લાલા પરમાર 59.46 મીનીટમાં પ્રથમ આવ્યો હતો.
સિનીયર બહેનો
સિનીયર બહેનોમાં ભૂમિકાબેન ભૂત 39.07 મીનીટમાં પ્રથમ ક્રમે આવેલ હતા. (મોરબી પોલીસ કર્મી), જુનીયર બહેનો કપુરીયા સાયરા 37.36 મીનીટમાં 220 પગથીયા સર કરીને નીચે આવી પ્રથમ નંબરે જ્ઞાન જયોત વિદ્યામંદિર ખીરસરા,
ઈનામ વિતરણ
સ્પર્ધા બાદ બપોરના ઈનામ વિતરણનો કાર્યક્રમ તળપદા કોળી જ્ઞાતી સમાજની વાડીમાં યોજાયો હતો. પ્રથમ ક્રમાંકે આવેલા ચારેય વિભાગનાઓને રૂા.50 હજાર રોક્ડ બીજા ક્રમે રૂા.25 હજાર દ્વિતીય સ્થાને રૂા.15 હજાર રકમ આપવામાં આવી હતી.
વિજેતાઓને રોકડ સાથે શીલ્ડ અર્પણ કરાયા હતા. કુલ 40 વિજેતાઓને રૂા.5.50 લાખના ઈનામો આપવામાં આવ્યા હતા. ગીરનાર ડોમી એસો. તરફથી પ્રથમ વિજેતાઓને રૂા.250ની રોકડ રકમ આપવામાં આવી હતી.
મંત્રીઓ ગેરહાજર
રમતગમત ખેલકુદ ગીરનાર સ્પર્ધા વિગેરે વિગેરેની સ્પર્ધામાં જોરશોરથી પ્રચાર કરતા નેતાઓ મંત્રીઓ કોઈ ડોકાયા ન હતા. ગત વર્ષે કેબીનેટ મંત્રીની હાજરીમાં ઈનામ વિતરણ થવા પામ્યું હતું. કાતીલ શીયાળાની ઠંડીમાં યુવાનો દેશભરમાંથી અહી આવી ગીરનારની આકરી ગણાતી આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયારે હેલીકોપ્ટર પ્લેનમાં આવનારા એકપણ મંત્રી રમતગમત સહિત કોઈ ડોકાયું ન હતું. વર્ષ 2007માં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી. દર્શકોની હાજરી પણ ઓછી થતી રહી છે. સરકારમાંથી કોઈ મંત્રી હાજર ન હોય તે એક કમનસીબ ગણાય છે. દેશના 11 રાજયોમાંથી યુવાધન જુનાગઢ આવે તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કોઈ મંત્રી ન દેખાય તેની ચર્ચા થઈ રહી છે.
ગિરનાર સ્પર્ધામાં મજાક મસ્તીમાં યુવતીઓ પરેશાન
ગીરનારની આ સ્પર્ધા આ વખતે લાંછનરૂપ બનવા પામી હતી. કેટલાક સ્પર્ધકોએ બહારથી આવેલી યુવતીઓની મજાક મશ્કરી કરતા અને તેના વિડીયો પણ લેવાયા હતા. કેટલાક તો સેલ્ફી યુવતીનો સાથે લેતા હતા જાણે પીકનીકમાં આવ્યા હોય તે મજાક મસ્તી કરતા હતા.
કેટલાક તો હાથ પકડીને ચાલતા નજરે પડયા હતા. દેશભરમાંથી આવતી યુવતી યુવકોની સુરક્ષાને લઈને તંત્રએ કડક પગલા લેવાની જરૂર છે. આ અંગે દેવકુમાર આંબલીયા મામલતદારે ચેતવણી આપી હતી કે જો સ્પર્ધકો અંબાજી અને માળીના પરબ સુધી નહીં પહોંચે તેઓને ટીકીટ ભાડુ નહીં આપવામાં આવે તેવું વિચારવામાં આવી રહ્યું છે.
હરિયાણાની સ્પર્ધકની ફરીયાદ
હરીયાણાથી આવેલ સ્પર્ધકના જણાવ્યા મુજબ તે અંબાજી સુધી પહોંચેલા ત્યારે હાજર રહેલ કર્મીઓએ પુછેલ કે તુ બોઝ છે કે ગર્લ્સ તેવા વારંવાર સવાલો કર્યા હતા.
1થી 5માં સીનીયર જુનીયર ભાઈઓ વિજેતા
રાઠોડફત અમીત ગુજરાત જુનાગઢ 56.47 લોટસ સ્પોર્ટસ એકે. જુનાગઢ
બીજેન્દ્રકુમાર હરીયાણા 58.00 જીલ્લા ખેલ અને યુવા અધિકારી હરીયાણા, નવીનકુમાર હરીયાણા 59.13 જીલ્લા ખેલ અને યુવા અધિકારી હરીયાણા, મોહન ભીલાણા કેશોદ 60.36 ઉના એચ.વી. આર્ટસ કોલેજ ઉના.
જુનીયર ભાઈઓ
લાલ પરમાર જુનાગઢ 59.46 સ્વામી વિવેકાનંદ મંદરિ, નીશદ લલીતકુમાર વડોદરા 62.48 વડોદરા ગુરૂનાનક પબ્લીક સ્કુલ વડોદરા, મનીષ રાઠોડ કેશોદ 63.10 સમાજ કલ્યાણ અધિકારી કેશોદ, દિપકસિંહ દેવેન્દ્રસિંહ યુપી 63.
જુનીયર બહેનો
સાયરા કપુરીયા ખીરસરા 37.36 જ્ઞાનજયોત વિદ્યા મંદિર ખીરસરા, રાજબીર ઋતુરાજ હરીયાણી 37.46 વેદસેક્ધડઈ સ્કુલ હરીયાણા, બેન ઝરણા વંશ દેલવાડા 41.15 એમ.એસ. સંઘવી વિદ્યાલય દેલવાડા, વાલીબેન ગરચર ખીરસરા 41.26 કેળવણી મંડલ ખીરસરા, શ્રધ્ધા વંશ દેલવાડા 42.07 ગ્રામ પંચાયત દેલવાડા.
સવારે 8 કલાકે શરૂ થયેલી સ્પર્ધાને મેયર આદ્યાશકિતબેન મજમુદાર કલેકટર સૌરભ પારધી, ડે. મેયર કોટેચા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી સહિતનાઓએ ફલેગ આપી ટુકડીઓને રવાના કરી હતી. 20 જેટલાઓને સારવાર આપી હતી.
સિનીયર બહેનો
ભૂમિકાબેન ભૂત મોરબી 49.07 મોરબી પોલીસ સ્ટેશન મોરબી, રચનાબેન પરમાર જુનાગઢ 43.35 મહિલા કોલેજ જુનાગઢ, શોભાબેન પરમાર નાંદરખી 45.10 ગાંધી સ્મૃતિ વિજયા મંદિર નાંદરખી, બીનેમીના વાળા જુનાગઢ 45.13 માર્શલ ચાર્ટ એકેડમી જુનાગઢ, પુજાબેન પાનેલીયા અમરેલી 45.26 લેઉવા પટેલ ટ્રસ્ટ અમરેલી,


Advertisement