દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતા અમરેલી જિલ્લામાં સીંગદાણાનો ઉદ્યોગ મરણ પથારીએ

11 February 2019 03:23 PM
Amreli
  • દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતા  અમરેલી જિલ્લામાં સીંગદાણાનો ઉદ્યોગ મરણ પથારીએ
  • દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતા  અમરેલી જિલ્લામાં સીંગદાણાનો ઉદ્યોગ મરણ પથારીએ

અપુરતા વરસાદ નબળી ગુણવતા અને સરકારની પ્રોત્સાહન નીતિના અભાવે પાંચ હજાર મજુરોની રોજગારી પર તોળાતુ જોખમ

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.11
ખેતીની આવક ઉપજના દોઢ ગણા કરવાની વાત છે પરંતુ નિકાસમાં રાહત ન મળતા નિકાસના વેપારમાં સતત ઘટાડો થઈ રહયો છે. વિદેશમાં શીંગદાણાનો કરોડોનો વેપાર જેના પર નિર્ભર છે. તે અમરેલી જિલ્લાનો શીંગદાણા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ પડી ભાંગવાની અણી પર આવી ગયો છે. વાર્ષિક 1પ00 કરોડનું ટર્ન ઓવર ધરાવતા અમરેલી જિલ્લાના પપ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગમાં એક જ દિવસ શીંગદાણા હોવાથી આવતીકાલથી આ શીંગદાણા ઈન્ડસ્ટ્રીઝ બંધ થવાની છે.
અમરેલી જિલ્લામાં આવેલ શીંગદાણા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ.. અમરેલી જિલ્લામાં 11 તાલુકામાંથી અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, લાઠી સહિતમાં પપ જેટલા વિદેશમાં નિકાસ કરતા શીંગદાણા ઉદ્યોગ આવેલા છે. પણ કરમની કઠણાઈ છે કે આ વિદેશમાં શીંગદાણા એકસપોર્ટ કરતા ઉદ્યોગ પર શીંગદાણાના અભાવે આ ઉદ્યોગ બંધ થવાની અણી પર આવીને ઉભો છે. આપણા ગુજરાતનાશીંગદાણા વિદેશોમાં ભારે હુંડિયામણ રળી આપે છે. પણ સરકાર દ્વારા આ વિદેશમાં જતા શીંગદાણાના ઉદ્યોગને ટ્રોબેગ ટેકસમાં ઘટાડો કરવાના નિર્ણયને કારણે નિકાસ દરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહયો છે. જેના કારણે આ વિદેશમાં એકસપોર્ટ કરતા અમરેલી જિલ્લાના પપ જેટલા શીંગદાણા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ બંધ થવાની કતારમાં
ઉભા છે.
અમરેલી જિલ્લામાં વિદેશમાં એકસપોર્ટ કરતા શીંગદાણાના પ0 ઉપરાંતના કારખાનાઓ ધમધમે છે ને આ એક શીંગદાણાના કારખાનામાં મજુરોથી લઈને ટ્રક સહિતના એક કારખાના દીઠ પ0 થી 60 વ્યકિતઓને રોજગારી પુરી પાડે તો પ0 કારખાનાઓ ગણિયે તો પ થી 6 હજાર મજુરોને રોજગારી બંધ થવાની છ કેમ કે વિદેશમાં એકસપોર્ટ કરવાના શીંગદાણા જ નથી રહયા જેનું મોટું કારણ સરકાર દ્વારા ટ્રોબેગ કમિશન પ્રથામાં ઘટાડો પણ એક જાણવા મળી રહયું છે. કેમ કે પહેલા સરકાર દ્વારા વિદેશમાં નિકાસ કરવાનો મગફળી પર 1 ટકા ટ્રોબેઝ ટેકસ આપતી હવે 0.1પ ટ્રોબેગ ટેકસથી આ શીંગદાણા ઉદ્યોગ ભાંગી ગયો છે. ગત વર્ષે 1પ00 કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ ઓણસાલ ફકત પ00 કરોડનું ટર્ન ઓવર જ કરી શકયા હોવાનું વિદેશમાં એકસપોર્ટ કરતા વેપારીએ જણાવ્યું છે.


Advertisement