ગોંડલની યુવતીની ઇન્ડિયાસ ડાન્સ આઇડોલમાં પસંદગી

11 February 2019 03:18 PM
Gondal
Advertisement

ગોંડલ તા.11
ગોંડલ શહેરના ભોજરાજપરામાં રહેતા અને નાની બઝારમાં સાડીની દુકાન ધરાવતા નારોત્તમભાઈ કોટકની પુત્રી ડોલી ધો. 11 ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ સાથે ડાન્સિંગ નો પણ શોખ ધરાવતી હોય તાજેતરમાં રાજકોટ ખાતે ઇન્ડિયાસ ડાન્સ આઇડોલ સીઝન 2 ની લેવાયેલ ઓડિશનમાં પસંદગી થવા પામી છે, ડોલીને ડાન્સ કોરિયોગ્રાફી નટરાજ ડાન્સના મિતેશ વાજા અને દિશીતા પંડ્યા દ્વારા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં ડોલી દ્વારા સ્ટુડિયો ઓડિશન આપવામાં આવશે.


Advertisement