ધોરાજી શહેર યુવા ભાજપના પ્રમુખ મિહીર હિરપરાનું મંત્રી રાદડીયાના હસ્તે સન્માન

11 February 2019 03:16 PM
Dhoraji
  • ધોરાજી શહેર યુવા ભાજપના પ્રમુખ મિહીર
હિરપરાનું મંત્રી રાદડીયાના હસ્તે સન્માન

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.11
ધોરાજી શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે મિહિર હિરપરાની વરણી થતા તેઓનું રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ મીહીર હિરપરાને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરેલ અને શુભેચ્છા આપી હતી.
આ તકે મીહીર હિરપરાએ જણાવેલ કે સમગ્ર યુવા ભાજપની ટીમ ખંભેખંભો મીલાવીને કાર્ય કરશે અને આવનારી 2019ની ચુંટણીમાં જે જવાબદારી અપાશે તે ટીમ નિભાવશે.
આ તકે પરેશભાઈ વાગડીયા, વિજય બાબરીયા, મહેશ પટેલ, હેનીસ કોયાણી, હેમાશુ ભાલારા, વિશ્ર્વાસ વઘાસીયા, વિકાસ ચોવટીયા સાહીર માથુકીયા, ચિરાગ વેકરીયા, સહીતની યુવા ભાજપ યુવાનોએ નવનિયુકત પ્રમુખને શુભેચ્છા આપી હતી.


Advertisement