ગોંડલમાં ટ્રાફીક સમસ્યા હલ કરવામાં તંત્ર વાહકો નિષ્ફળ

11 February 2019 03:14 PM
Gondal

આડેધડ પાર્કિંગ અને ફૂટપાથો પર ખડકાતા દબાણ છતા પગલા લેવાતા નથી

Advertisement

ગોંડલ તા.11
શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી ટ્રાફીક સમસ્યા માથાં નાં દુખાવાંરુપ બની છે.ટ્રાફીક સમસ્યા ને પોલીસ પંહોચી વળતી નથી તો નગરપાલિકા તંત્ર પણ કાયમી સમસ્યા નો નિવાડો લાવવામાં નિષ્ફળ નિવેડો છે. મુખ્ય માગઁ ઉપર પિળાં પટ્ટા દોરી ટુ વ્હીલર થી ઉભરાતાં માર્ગો ની સમસ્યા હળવી કરવાં પોલીસ અને પાલીકા તંત્ર ની નિતી ટીકાપાત્ર બનવા પામી છે.
થોડાં ડાઉનપેમેન્ટ માં કોઈ પણ ટુ વ્હીલર કે ફોરવ્હિલ હવે સહજ અને હાથ વગાં બન્યાં હોય શહેર માં વાહનોનો વધારો દિનબદિન વધતો જાય છે.આવાં સંજોગો માં શહેરનાં જેકાચોક, માંડવી ચોક,જેલચોક,કૈલાસ બાગ રોડ, કડીયાલેન, બસસ્ટેન્ડ વિસ્તાર જેવાં મુખ્ય રાજમાર્ગો ભારે ટ્રાફીક થી ઉભરાતાં હોય રાહદારીઓ વારંવાર અકસ્માત નો ભોગ બનવાં સાથે પરેશાની ભોગવી રહ્યાં છે.ચા પાન નાં ગલ્લાં કે અન્ય વાણિજ્ય શો રુમ પાસે એકબાજુ ફુટપાથો ઉપર સરાજાહેર દબાણો કરાયા છે.બીજી બાજું ટુ વ્હીલરો અડધોઅડધ માગઁ ને દબાવતાં આડેધડ પાકઁ કરાતાં હોય ટ્રાફીક જામ ની સમસ્યા કાયમી બનવાં પામી છે.
રાજમાર્ગો ચકાચક સિમેન્ટરોડ બન્યાં છે.ત્યારે ફુટપાથો નજીક પિળાં પટ્ટાં દોરી ટુ વ્હીલર પાકીઁગ ની માંગ ગોંડલ પત્રકાર સંઘ દ્વારા છેલ્લાં બે ત્રણ વષઁ થી કરાતી હોવાં છતાં નગરપાલિકા કે પોલીસ તંત્ર ને સમસ્યા હલ કરવાં જાણે ફુરસદ નથીં તેવું જણાય રહ્યું છે.પોલીસ નાં લોકદરબાર માં અને પાલીકા તંત્ર માં અનેક રજૂઆતો થતી રહીછે.પિળાં પટ્ટાં દોરવાં પોલીસ નગરપાલિકા તરફ આંગળી ચીંધી રહીછે.તો નગરપાલિકા "ચાંચુડી ઘડા ઉ છું " જેવી નિતી અખત્યાર કરી રહી છે.


Advertisement