આજથી તળાજા બાલકૃષ્ણ હવેલીમાં ધુળેટી સુધી વસંત ઉત્સવ : ઠાકોરજીને અબીલ,ગુલાલ,કકું,કેસૂડે ખેલવવામાં આવશે

11 February 2019 03:10 PM
Bhavnagar
Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11
તળાજાના ગાંધીચોક માં આવેલ બાલકૃષ્ણ હવેલી ખાતે આજ વસતપંચમી થી ધુળેટી સુધી વસંતોત્સવ ની ઉજવણી થશે. ભાવિકો લાલા ના કીર્તન ગાઈને ભક્તિ માં તરબોળ થશે.
આજ થી વસંતઋતુ નો પ્રારંભ થઇ રહ્યો છે. તળાજા બાલ કૃષ્ણ હવેલી ના મુખીયાજી વિપુલભાઇ વ્યાસ ના જણાવ્યા પ્રમાણે વસંતપંચમી નો પ્રારંભ એટલે હવેલી ના નિયમ પ્રમાણે શિયાળો પૂર્ણ માનવામાં આવે છે. બાલકૃષ્ણ ને લાડ લડાવવા માટે વસંત રોપવામાં આવે છે. ખજૂરી,રાયનો છોડ,આંબાનો મોર,બોરથી.
રાજભોગ સાથે અબીલ,ગુલાલ,કકું અને કેસૂડે થી ખેલવવા ના હોય છે. ચાલીસ દિવસ એટલેકે વસતપંચમી થી ધુળેટી સુધી ના દિવસો ને વસંતોત્સવ તરીકે ઉજવાવ માં આવે છે. ચાલીસ દિવસ દરમિયાન વસંત ના કીર્તન થાય છે. બાલ કૃષ્ણના ભક્તો દર્શન અને કીર્તન નો લાભ લેછે.


Advertisement