ઉપલેટામાં પ્રજાજનોને અેક માસમાં ફિલ્ટર કરેલું પાણી મળતુ થશ

11 February 2019 03:09 PM
Dhoraji

ફિલ્ટર પ્લાનનું કામ કોન્ટ્રાકટરને સોપાય ગયું છે : પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા

Advertisement

(કે.અેમ.દોશી દ્વારા) ઉપલેટા, તા.૧૧ ઉપલેટા નગરપાલીકા દ્વારા શહેરની જનતાને મોજ અને વેણુરુર ડેમ માંથી પાણી અપાઈ રહયું છે. ઉપલેટા ભાજપ શાસીત નગરપાલીકા ના પ્રમુખ રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયાઅે જણાવ્યું હતું કે ઉપલેટા શહેરની જનતાને શુઘ્ધ અને ફિલ્ટર પાણી મળી રહે તે માટે અમો સતત પ્રયત્નશીલ છીઅે. ફિલ્ટર પ્લાનનુ કામ નવા કોન્ટ્રાકટરને સોંપાઈ ગયું છે. અને અંદાજીત અેક માસમાં કામ પૂણૅ થઈ જાશે. ત્યારબાદ શહેરની જનતાને ફિલ્ટર કરેલું પાણી વિતરણ કરવામાં અાવશે. અા અંગે વધુમાં પાલીકા પ્રમુખે જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા અાંદોલન કરવાની ચીમકી અાપી છે. તે પ્રજાને ગેરમાગેૅ દોરી ખોટો જશ ખાટવાનો પ્રયત્ન બંધ કરે.


Advertisement