સિઘ્ધગિરિની પવિત્રતા પુન: સ્થાપિત કરવાના પ્રયાસો કયારે હાથ ધરાશે?

11 February 2019 02:54 PM
Bhavnagar
  • સિઘ્ધગિરિની પવિત્રતા પુન: સ્થાપિત કરવાના પ્રયાસો કયારે હાથ ધરાશે?

જૈનોના પ્રથમ તીથઁકર ભગવંત શ્રી અાદિનાથ દાદા ૯૯ પૂવૅવાર પધાયાૅ હતા... :ભારતના વિવિધ શહેરોમાં જૈન સાધુ-સાઘ્વીજીઅો દ્રારા પાલીતાણાની પવિત્રતા જાળવવા મુદે યોજાતા પ્રવચનો: અાગળ ધપતુ અહિસક અાંદોલન :શ્રી સિઘ્ધગિરિનો મહિમા અપરંપાર છે. અહી અનંતો સિઘ્ધ થયા છેે. અનાદિકાળથી શાશ્ર્વત તીથૅ શ્રી વિમલાચલના ગુણગાન ગવાયા છે. ગિરિરાજના કાંકરે કાંકરે ઈતિહાસ રચાયો છે.

Advertisement

રાજકોટ તા. ૧૧ જૈનાચાયૅ શ્રી વિમલસાગરસૂરિજી મહારાજ દ્રારા પાલીતાણાની પવિત્રતા પુન: સ્થાપિત કરવા ‘મિશન પાલીતાણા’ શીષૅક હેઠળ અહિસક અાંદોલનનો પ્રારંભ કયોૅ છે અમદાવાદના વિવિધ સંઘોમાં મીશન પાલીતાણા અભિયાન અંતગૅત શ્રાવકોરુશ્રાવિકાઅોને માહિતગાર કરવામાં અાવી રહ્યા છેે. પ્રવર સમિતિના ગચ્છાધિપતિઅોઅે પણ અા અહિસક અાંદોલનને અાગળ વધારવા લીલીઝંડી ફરકાવી છે. ભારતમાં વિવિધ શહેરોમાં બિરાજતાં જૈન સાધુરુસાઘ્વીજી ભગવંતો પાલીતાણાની પવિત્રતા પુન: સ્થાપિત કરવા જૈનોને માગૅદશૅન અાપી રહ્યાં છે. રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, વેરાવળ, ઉના, સહિતના શહેરો જીલ્લાઅોમાં જૈન મુનિઅો તથા પૂ. સાઘ્વીજી ભગવંતો પોતાના પ્રવચનોમાં પાલીતાણાને પવિત્ર બનાવવાનો સંદેશો અાપી રહ્યાં છે. કારણ કે પાલીતાણા જૈનોનું અૈતિહાસિક અને પ્રાચીન તીથૅધામ છે. શત્રુંજય ગિરિ સમસ્ત જૈન સમાજનું અાસ્થાનું ધામ છે. સૌરાષ્ટ્રમાં અાવેલી ગિરિમાળાઅોમાં શ્રી શત્રંુજયગિરિને તીથાૅધિરાજ તરીકે અોળખાય છે. શ્રી સિઘ્ધગિરિ, શ્રી પુંડરિકગિરિ, વિમલાચલ કે સિઘ્ધાચલ તીથૅ કહેવાય છે. શ્રી શત્રુંજય તીથૅ શાશ્ર્વત છે. તીથાૅધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની પાવનભૂમિ પર વતૅમાન ચોવીશીના પ્રથમ તીથઁકર શ્રી અાદિનાથ પ્રભુ ૯૯ પૂવૅવાર પધાયાૅ છે. અનંતો સિઘ્ધ થયા છે. અનાદિકાળથી શાશ્ર્વત તીથૅ શ્રી સિઘ્ધગિરિના ગુણગાન ગવાયા છે. ગિરિરાજ વિષે ભવ્ય ગાથાઅો કંડારાઈ છે. ગિરિરાજના અેકરુઅેક કાંકરે ઈતિહાસ રચાયો છે. અા શાશ્ર્વત તીથૅ અનંતકાળ સુધી રહેશે. અા પવિત્ર તીથૅધામનો મહિમા શાસ્ત્રોમાં અનુપમ, અલૌકિક અને દિવ્યતાથી સભર જણાવ્યો છે. શ્રી શત્રુંજય મહાતીથૅનો મહિમા દરેકે દરેક પંદર ક્ષેત્રના તીથૅકર દેવોના શાસનમાં વિસ્તાર પામેલો હતો, છે અને રહેશે. કવિ શુભવીરે જણાવ્યું છે કે ‘સોરઠ દેશમાં સંચયોૅ, ન ચઢયો ગઢ ગિરનાર, શત્રુંજી નદી નાહ્યો નહિ, અેનો અેળે ગયો અવતાર.’ શ્રી સિઘ્ધગિરિ સૌરાષ્ટ્રનું સમાન કંદબગિરિની ગિરિમાળા છે. અેના વામ ભાગે ભાડવો ડંુગર અને જમણા ભાગે શત્રંુજી સહિતા અને તાલઘ્વજગિરિ છે. તળેટીમાં પાલીતાણા શહેર છે. શ્રી શત્રુંજય ગિરિ પૂવેૅ ઘણો વિસ્તૃત હતો, પૂવેૅ અેની તળેટી વલ્લભીપુર (વળા)માં હતી તેની બાજુમાં સાગર ઘુઘવતો હતો. કાળના વહેતા પ્રવાહમાં સાગર બીજી દિશામાં ખસતો ગયો અને શત્રુંજય પોતાનું વિરાટરૂપ સંકેલતો યાદલિપીપુર અાવીને વિરામ પામ્યો. જૈન સાહિત્યમાં શ્રી સિઘ્ધગિરિ તીથૅનો મહિમા ગવાયો છે. અનેક અદભૂત ઉલ્લેખો, દંતકથાઅો અને વણૅનો પ્રાપ્ત થાય છે. અા તીથૅમાં કરોડોની સંખ્યામાં મુનિવરો સિઘ્ધિપદ પામ્યા હોવાથી અા તીથૅ શ્રી સિઘ્ધક્ષેત્ર તરીકે પ્રચલિત છે. શ્રી શત્રુજય ગિરિના ૧૬ ઉઘ્ધાર થયા છે. સોળમાં ઉઘ્ધાર ચિત્રોડના કમાૅશાઅે વિ.સં. ૧પ૮૭ માં કયોૅ હતો. ભાવિ ઉઘ્ધાર અવસપિૅણી કાળમાં અથાૅત છઠ્ઠા અારામાં છેલ્લો ઉઘ્ધાર અાચાયૅ ભગવંત શ્રી દુ:પ્પહસૂરિજી મ.ના ઉપદેશથી મહારાજા વિમલવાહન કરાવશે અેમ શાસ્ત્રમાં જણાવાયું છે. અા સિઘ્ધગિરિનો મહિમા ગાતા જ્ઞાનીઅો થાકતા નથી. અા ભૂમિ સિઘ્ધભૂમિ છે. સિઘ્ધક્ષેત્ર છે. અા પુણ્યભૂમિની માત્ર સ્પશૅના કરતાં અાત્મા મહાભાગ્યશાળી અને પુણ્યશાળી બને છે. જયારે અાવી પરમપવિત્ર શ્રી સિઘ્ધગિરિનું સ્થાન હોય ત્યારે તેની પવિત્રતા ન જળવાય તે જરીકે ઉચિત નથી. પાલીતાણામાં અન્ય ધમીૅઅોના લોકોઅે સિઘ્ધાચલની પરમ પવિત્ર ગિરિમાળા પર પોતાના સ્થાન બનાવીને સમસ્ત જૈનોના ìદયને કેસ પહોંચાડવાનું કાયૅ કયુૅ છે. છેલ્લા કેટલાક વષૅથી અસામાજીક તત્વોનો ભારે ત્રાસ પાલીતાણા ભોગવી રહ્યો છે. તંત્ર કોઈ પગલાં લેતું નથી. અથવા તો તેઅોની ઉદાસીનતા સ્પષ્ટપણે વરતાઈ અાવે છે. અા સિવાય અનેક સમસ્યાઅોથી પાલીતાણા ઘેરાયેલું છે. જૈન સાધુરુસાઘ્વીજીઅો પણ પીડા ભોગવી રહ્યાં છે. યાત્રિકોને પણ મુશ્કેલીઅોનો સામનો કરવો પડે છે ત્યારે જૈનાચાયૅ શ્રી વિમલ સાગરસૂરિજી મહારાજે પાલીતાણાની પવિત્રતા પુન: સ્થાપિત કરવાનું બીડુ ઝડપ્યંુ છે અને તેમના અા અભિયાનમાં જૈનો જાેડાઈ રહ્યાં છે. ચાતુમાૅસ પ્રવર સમિતિના પૂ. ગચ્છાધિપતિશ્રીઅો, શેઠ અાણંદજી કલ્યાણજીની પેઢી પણ અા મુદેેૃ ગંભીરતા સેવીને કાયૅરત બન્યા છે.


Advertisement