વઢવાણનાં શક્તિપરામાં વંડામાં પડેલ કચરામાં આગ

11 February 2019 02:37 PM
Surendaranagar
Advertisement

વઢવાણ તા.11
વઢવાણ અલકા ચોક વિસ્તાર શક્તિપરાનાં એક વંડામાં કચરો પડયો હતો. આ કચરામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જવાળા અને ધુમાડાના ગોટેગોટા વધુ પ્રમાણમાં ફેલાઈ ગયા હતા. ઘટનાના ગંભીરતા લઈને સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી.
આથી ફારૂક ચૌહાણ, સોહેબ મિયાંતર, સંજયભાઈ, દશરથસિંહ ડોડીયા, હરજીવનભાઈ સહીતની ટીમો બનાવ સ્થળે દોડી ગઈ હતી અને બમ્બાઓના પાણીનો સતત મારો ચલાવીને લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ આગમાં વંડામાં રહેતો કચરો બળી ગયો હતો.


Advertisement