દુનિયાના શ્રેષ્ઠ ગણાતા લડાકુ-લિફટ હેલિકોપ્ટર ચિનુકનું કચ્છમાં આગમન

11 February 2019 02:18 PM
Ahmedabad Gujarat
  • દુનિયાના શ્રેષ્ઠ ગણાતા લડાકુ-લિફટ હેલિકોપ્ટર ચિનુકનું કચ્છમાં આગમન

15 હેલિકોપ્ટર પૈકી 4ની મુંદ્રામાં પહેલી ખેપ; પાક. અને ચીન સરહદે તૈનાત કરાશે

Advertisement

અમદાવાદ તા.11
અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. રવિવારે ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ભારતે 2015માં અમેરિકી વિમાનની ઉત્પાદક કંપની બોંઈગ પાસેથી 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2.5 અબજ ડોલરનાં આ સોદામાં 22 અપાચે હેલિકોપ્ટર સામેલ છે. ચિનૂકને ચંદીગઢ અને અપાચેને ગાઝિયાબાદમાં તહેનાત કરાશે
ચિનૂક હેલિકોપ્ટરને ચંદીગઢમાં તહેનાત કરવામાં આવશે, જેનો ઉપયોગ સિયાચીન અને લદ્દાખ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. જ્યારે અપાચે હેલિકોપ્ટરને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર તહેનાત કરાશે.
ભારતીય વાયુસેના હજુ સુધી મોટા પ્રમાણમાં રશિયન ખશ-17 જેવા મધ્યમ વર્ગના લિફ્ટ હેલિકોપ્ટર પર આધારિત હતી, ચિનૂક અને અપાચેનાં આવવાથી મજબૂતી વધશે. અમેરિકન સંરક્ષણ મંત્રી પદથી જેમ્સ મેટિસની વિદાય બાદ આ ડીલ લટકતી જોવા મળી રહી હતી. પરંતુ તેમના સ્થાને પેટ્રિક શેનોએ પણ ભારત સાથેની આ ડીલમાં રસ દર્શાવ્યો અને તરત તેને લીલી ઝંડી આપી દીધી હતી.
બોઈંગ પ્રમાણે, અપાચેની ગણતરી દુનિયાનાં સૌથી સારા લડાકુ હેલિકોપ્ટરમાં કરવામાં આવે છે. ચિનૂક ભારે-ભરખમ સામાનને પણ ઘણી ઊંચાઈ પર સરળતાથી પહોંચાડી શકે છે. અમેરિકી સેના લાંબા સમયથી અપાચે અને ચિનૂકનો ઉપયોગ કરી રહી છે. ભારત અપાચેનો ઉપયોગ કરનારો 14મો અને ચિનૂકનો ઉપયોગ કરનારો 19મો દેશ હશે. બોઈંગે 2018માં વાયુસેનાનાં પાયલટ્સ અને ફ્લાઈટ એન્જિનીયરોને ચિનૂક હેલિકોપ્ટર ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી.
ઊંચાઈ ધરાવતા સ્થળે સૈનિકોને સરળતાથી પહોંચાડી શકે છે. અમેરિકાએ આ હેલિકોપ્ટરની મદદથી અફઘાનિસ્તાન અને ઈરાકમાં તેમનાં ઓપરેશન કર્યા છે. ભારે પવન અને વરસાદમાં પણ તે સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન ભરી શકે છે.
આ હેલિકોપ્ટર પાકિસ્તાન અને ચીન સરહદે તૈનાત કરવામાં આવશે. આ ચોપર ખરીદી કરાયા અંગેની વાતચીત યુપીએ સરકાર વખતે થયેલી જેને અંતિમ સ્વરૂપ મોદી સરકારે આપેલું.


Advertisement