સરકાર ભલે ઈચ્છે, પણ લોકોને રસ નથી, નોટબંધી બાદ ડિઝીટલ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો

11 February 2019 02:03 PM
India
  • સરકાર ભલે ઈચ્છે, પણ લોકોને રસ નથી, નોટબંધી બાદ ડિઝીટલ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો

અેકમાત્ર ડેબિટ કાડૅનો ઉપયોગ વઘ્યો: પરંતુ અેટીઅેમની સંખ્યામાં ઘટાડો થયો

Advertisement

નવી દિલ્હી તા.૧૧ નોટબંધી બાદ દેશમાં ડેબિટ કાડૅની સંખ્યામાં લગભગ ૩૦ ટકા વૃદ્વિ થવા છતા ડિઝીટલ ટ્રાન્ઝેકશન તેમજ તેની રકમ બન્નેમા ઘટાડો થયો છે. ભારતીય રિઝવૅ બેન્કના અાંકડા અનુસાર, ડિઝીટલ ટ્રાન્ઝેકશનમાં ૯.૩૬ ટકા અને તેની રકમમા ૬.૮૭ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે નોટબંધી બાદ ડેબિડ કાડૅથી ઉપાડમાં ઘણી તેજી અાવી છે. ખરેખર તો નવેમ્બર ર૦૧૬માં નોટબંધીની જાહેરાત પહેલા પોઈન્ટ અોફ સેલ (પીઅોઅેસ) મશીનો અોછી હતી. ડિઝીટલ ટ્રાન્ઝકેશન ઘણા અોછા થઈ રહયા હતા. પરંતુ નોટબંધી બાદ સરકારના પ્રયાસોથી ડિસેમ્બર ર૦૧૬ સુધી ડિઝીટલ ટ્રાન્ઝેકશનની સંખ્યામાં તેજીથી વધારો થયો હતો. અે દરમિયાન જ લોકોને ખબર પડી હતી કે ડેબિટ કાડૅનો ઉપયોગ રોકડ કાઢવા સિવાય પણ થઈ શકે છે. જો કે ત્યાર બાદ ડિઝીટલ ટ્રાન્ઝેકશનની સંખ્યામાં ઘટાડો થતો ગયો. અારબીઅાઈના અાંકડા અનુસાર ર૦૧૬માં દેશભરમાં દેશભરમાં પ૬ બેન્કોઅે ડેબિટ કાડૅ જાહેર કયાૅ હતા. અે સમયે કુલ ૭૬.૪૪ કરોડ ડેબિટ કાડૅ હતા. નવેમ્બર ર૦૧૮માં ૬૬ બેન્કોઅે ૯૯.ર૪ કરોડ ડેબિટ કાડૅ ઈસ્યુ કયાૅ હતા., અા રીતે દેશમાં કુલ ર૯.૮ર ટકા અથાૅત રર. ૭૯ કરોડ ડેબિટ કાડૅ વધી ગયેલા નોટબંધી બાદ ડિસેમ્બર ર૦૧૬માં ડેબિટ કાડૅ દ્વારા અેટીઅેમથી ૬૩.૦૪ કરોડ બારમાં ૮૪,૯૩૪ કરોડ રૂપિયા કાઢવામાં અાવેલા. નવેમ્બર ર૦૧૮માં ૮૩.૮૯ કરોડ બારમા ર,૭૭,૮૬ર કરોડ રૂપિયા કાઢવામાં અાવેલા અાવી રીતે નિકાલ સંખ્યામા જયા ૩૩.૦૬ ટકા વૃદ્વિ જોવા મળી ત્યાં નીકળેલી રકમમાં રર૭.૧પ ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો ડિસેમ્બર ર૦૧૬માં ડેબિટ કાડૅથી પીઅોઅેસ મશીનો દ્વારા ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ર૦૧૬માં ૪૧.પ૪ કરોડ બાર પીઅોઅેસ ટ્રાન્ઝેકશન થયા. જે નવેમ્બર, ર૦૧૮માં ૩.૮૮ કરોડ ઘટીને ૩૭.૬પ કરોડ રહી ગયા. જે ૯.૩૭ ટકાની કપાતને દશાૅવે છે. જયારે ડિસેમ્બર ર૦૧૬મા પીઅોઅેસ મશીનોમાંથી પ૮,૦૩૧ કરોડ રૂપિયાની ખરીદી થઈ હતી. નવેમ્બર ર૦૧૮માં અા ખરીદી ૬.૮૭ ટકા ઘટીને પ૪,૦૪૧ કરોડ રૂપિયાઅે પહોંચી હતી. નોટબંધી બાદ અેટીઅેમની સંખ્યામાં કમી જોવા મળી છે. અારબીઅાઈમા અાંકડા મુજબ ડિસેમ્બર ર૦૧૬મા ૧,૦૭,૭પ૮ અોનસાઈટ (બેન્ક શાખાઅોમાં લાગેલા) અેટીઅેમ અને ૯૮૧૦ર (બેન્ક શાખાથી બહાર) અોફસાઈટ અેટીઅેમ લાગેલા હતા, નવેમ્બર ર૦૧૮માં અોન લાઈટ અેટીઅેમની સંખ્યા ૧ર૦૪ ઘટીને ૧,૦૬,પપ૪ અને અોફસાઈટ અેટીઅેમની સંખ્યા ૮પ૦ ઘટીને ૯૭રપર થઈ ગઈ છે.


Advertisement