અમીત શાહ કાલે ગુજરાતમાં: ભાજપના પ્રચારનો બુંગીયો ફુકશે

11 February 2019 02:01 PM
Ahmedabad Gujarat
  • અમીત શાહ કાલે ગુજરાતમાં: ભાજપના પ્રચારનો બુંગીયો ફુકશે

અમદાવાદ-ગોધરામાં વિશાળ કાર્યકર્તા સંમેલન :મેરા ઘર બીજેપી કા ઘર અભિયાનનો પ્રારંભ: આજે રાત્રીના સરકાર-સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક સંભવ

Advertisement

રાજકોટ: દેશભરમાં ભાજપે શરુ કરેલા લોકસભા ચૂંટણી પ્રચાર હવે ગુજરાતમાં પણ મોટાપાયે શરુ થશે. એક તરફ ભાજપે રાજયભરમાં કલસ્ટર સંમેલન શરુ કરી દીધા છે અને બીજી તરફ કોંગ્રેસમાં શકય તેટલા ધારાસભ્યોને પણ ખેડવીને નબળા પોકેટ જેવી લોકસભા બેઠકોને મજબૂત બનાવવાની તૈયારી કરી છે તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર વિધિવત રીતે શરુ કરશે.. શ્રી શાહ અમદાવાદ અને ગોધરાના કાર્યકર્તા સંમેલનને સંબોધન કરશે જેની થીમ મેરા ઘર બીજેપી કા ઘર નું સૂત્ર હશે. શ્રી શાહ આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ રાત્રીના તેમના નિવાસે પક્ષના ટોચના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે. ભાજપ સામે ગુજરાતમાં તમામ 26 બેઠકો જાળવી રાખવાનો મોટો પડકાર છે અને તે પડો ઉપાડી લીધો છે. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી તૈયારી શરુ કરી છે પણ તેની ચિંતા પક્ષને અકબંધ રાખવાની છે. શ્રી શાહ ઉપરાંત નરેન્દ્રમોદીએ પણ ગુજરાત મુલાકાતની ફ્રીકવન્સી વધારી દીધી છે.


Advertisement