રાણાવાવના રામગઢ ગામે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો પ્રારંભ

11 February 2019 01:53 PM
Porbandar

બે હેકટરથી અોછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોને કુટુંબ દીઠ છ હજારની અાથિૅક સહાય અપાશે

Advertisement

(બી.બી.ઠક્કર દ્વારા) રાણાવાવ, તા.૧૧ રાણાવાવ તાલુકાના રામગઢ ગામે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો શુભારંભ કરવામાં અાવ્યો હતો. અા સ્કીમ હેઠળ ર હેકટર થી અોછી જમીન ધરાવતા તમામ ખેડૂત ખાતેદારને કુટુંબ દીઠ રૂા.૬૦૦૦/રુની અાથિૅક સહાય મળશે. અને અા રકમ ડાયરેકટર બેનફિટ ટ્રાન્સફર થી સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે. અા માટે ગ્રામ પંચાયત દ્વારા ગત તા.૯રુ૧૦ ના રોજ યોજનાનો શુભારંભ કરવામાં અાવ્યો હતો. તેમજ ખેડૂતોને માગૅદશૅન અાપવામાં અાવ્યું હતું. અને યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને તેમના ખાતાના ૭/૧ર,૮ અા, અાધાર કાડૅ, બેંક ખાતાની વિગતો સહિતના ડોકયુમેન્ટસ ગ્રામ પંચાયત કચેરીઅે જમા કરાવવા તથા અોનલાઈન અરજી કરવા માટે જણાવવામાં અાવ્યું હતુંં. ઉપરાંત અા યોજના અંગેની વધુ માહિતી માટે ગ્રામ પંચાયત કચેરી રામગઢનો સંપકૅ કરવા સરપંચ તથા તલાટીરુક્રમરુમંત્રી શ્રી દ્વારા યાદી પાઠવવામાં અાવે છે.


Advertisement