જસદણના ૮૧ વષૅનાં રમતવીર નિવૃત શિક્ષક બાબુભાઈઅે ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

11 February 2019 01:50 PM
Jasdan
  • જસદણના ૮૧ વષૅનાં રમતવીર નિવૃત શિક્ષક બાબુભાઈઅે ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
  • જસદણના ૮૧ વષૅનાં રમતવીર નિવૃત શિક્ષક બાબુભાઈઅે ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
  • જસદણના ૮૧ વષૅનાં રમતવીર નિવૃત શિક્ષક બાબુભાઈઅે ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નાસિક ખાતેની સ્પધાૅમાં મેડલ મેળવી રમત-ગમતમાં નિવૃતી જાહેર કરી

Advertisement

જસદણ તા.૧૧ જસદણમાં ૧૭ વષૅની વયેથી વિવિધ રમતગમતમાં ભાગ લેનારા નિવૃત શિક્ષક બાબુભાઈ સરધારા (ઉ.વ.૮૧) અે તાજેતરમાં નાસીક મીનાભાઈ સ્ટેડીયમ ખાતે અેક બે નહી પરંતુ ચાર હજાર જેટલા સિનીયર સીટીઝનોની ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી તેમની સફળતાની યશકલગીમાં વધુ અેક છોગું ઉમેરી. જસદણના ઈતિહાસમાં અેક વધુ ઈતિહાસ રચ્યો છે. સફળતાને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી. પણ શરીર સાથે કસરત મહેનત ભળે તો સફળતા મેળવી શકાય છે. નિવૃત જીવન ગાળતા બાબુભાઈ સરધારા અે તાજેતરમાં ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી જસદણનંુ નામ તો રોશન કયૅુ જ છે. દેશરુવિદેશના ગુજરાતીઅો પણ પોતાના શટૅનો કોલર ઉંચો રાખી શકે અેવા ઈનામો મેડલો, ખિતાબો, સટીૅફીકેટના ઢગલાઅોથી તેમના નિવાસસ્થાનના બે કબાટો છલોછલ ભરેલ છે. બાબુભાઈ અે રમતગમત ક્ષેત્રે ફકત દેશમાંથી જ નહી પરંતુ થાઈલેન્ડ, મલેશીયા, સ્પેન, શ્રીલંકા જેવા અનેક દેશોમાંથી ઈનામોની વણઝાર મેળવી અાજે પણ ૮૧ વષૅની વટો સ્વસ્થભયુૅ જીવન જીવે છે. ઈસ્વીન ૧૯પ૩માં ભાવનગર રાજયમાં ફકત ૧૭ વષૅની વયે હાઈ જમ્પ, વાંસકુદ ઉંચીકુદમાં પ્રથમ ગોલ્ડ મેડલ તે સમયના ગવૅનર હસ્તે મેળવી અને ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી સાહેબના અાશીવાૅદ સાથે મેડલ મેળવ્યો હતો. બાદમાં વષોૅમાં મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, લખનૌ, જયપુર, પંચમઢી, મદ્રાસ, ઈમ્ફાલ, પોડંરારી બેંગ્લોર, ભોપાલ કોઈમ્તુર, મૈસુર જેવા દેશના અનેક શહેરોમાં ૧૯૧૯ સુધી યોજાયેલી રમતોમાં અનેકાઅેક ગોલ્ડ, બ્રોન્ઝ મેડલો મેળવી જસદણ તથા દેશ પરદેશના ગુજરાતીઅોનુું ગૌરવ વધાયુૅં છે.


Advertisement