જસદણ શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

11 February 2019 01:49 PM
Jasdan
  • જસદણ શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

Advertisement

જસદણની સ્પેન પ્રા.લી. એજ્યુકેશન કંપની સંચાલિત શાંતિનિકેતન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓએ જસદણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં જસદણ પોલીસ સ્ટેશનમાં રહેલા વિવિધ વિભાગોની માહિતી આપી અને પોલીસની કામગીરી જણાવવામાં આવી હતી. જસદણ પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને હથિયારોની માહિતી આપી અને વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોના જવાબો જસદણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એન.ચાવડાએ આપ્યા હતા.શાાળાના ચેરમેન ડો.કમલેશભાઈ હિરપરા દ્વારા જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.બી.પટેલ અને જે.એન. ચાવડા તથા તમામ કર્મચારીગણનો આભાર વ્યક્ત કરેલ. જસદણ પોલીસ સ્ટેશન દ્વ્રારા તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. સંસ્થાના એચઓડી પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને સરસ રીતે માહિતી આપવા બદલ પીએસઆઈ જે.એન. ચાવડાને પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ અજયકુમાર આચારી, યોગેશભાઈ રામાણી, શ્રુતીબેન હિરપરા તથા સંસ્થાના તમામ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. (તસવીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)


Advertisement