વિંછીયાના સનાળા-વનાળા વચ્ચે લીંક કેનાલનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે ખાતમુહુર્ત

11 February 2019 01:48 PM
Jasdan
  • વિંછીયાના સનાળા-વનાળા વચ્ચે લીંક કેનાલનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે ખાતમુહુર્ત

રૂા.69 કરોડનાં ખર્ચે તૈયાર લીંક કેનાલથી 4 ગામોને ફાયદો

Advertisement

જસદણ તા. 11
વીંછીયા તાલુકાના સનાળા અને વનાળા ગામ વચ્ચે રૂપિયા 2.69 કરોડના ખર્ચે તૈયાર થનાર લિંક કેનાલનું ખાતર્મુહુત કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે થયું હતું.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની વનાળા-સનાળા લિંક કેનાલનું મોઢુકા- ભડલી રોડ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાતમૂર્હુત કર્યા બાદ બાવળીયાએ જણાવ્યું હતું કે સરકાર સૌને પાણી પુરૂ પાડવા માટે કટીબધ્ધ છે ત્યારે પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરવા આપણે સૌએ જાગૃત રહેવું જોઈએ લીંક કેનાલથી પાણી મળ્યા બાદ ખેડુતોએ ખેતરમાં ટપક પધ્ધતિ મારફતે ખેતી કરવી વધારે ફળદાઈ બની રહેશે.
વનાળા-સનાળા લિંક કેનાલ યોજના વિંછીયા તાલુકાના ભડલી ગામ પાસે સ્થિત ચેકડેમમાંથી કુલ 2.69 કરોડના ખર્ચે લીંક કેનાલ કાઢવામાં આવશે. આ લીંક કેનાલ 480 મીટર ઓપન કેનાલ અને 600 મી લંબાઇમાં(કુલ લંબાઇ 1080 મી)1200 મીમી વ્યાસની બે પાઇપલાઈનો નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. લીંક કેનાલમાં પાણીના નિંયત્રણ માટે બે દરવાજા મુકવામાં આવશે. લીંક કેનાલ યોજનાથી કુલ 75.57 મિલિયન ઘનફુટ જેટલા પાણીનો જળ સંગ્રહ થશે. આજુબાજુના 4 ગામોની 850 એકર જેટલી જમીનમાં સિંચાઇથી પિયત થશે. આ યોજનાથી વિંછીયા તાલુકાના વનાળા, શનાળા, સરતાનપર તથા સોમલપર ગામોની ખેતીલાયક જમીનમાં સિંચાઇ માટે પિયત થઇ શકશે અને આજુબાજુના વિવિધ વિસ્તારના ભુગર્ભ જળસપાટીમાં વધારો થશે. આ પ્રસંગે પ્રસંગે પ્રાંત અધિકારી અમિત એચ.ચૌધરી તથા નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર એમ.પી.રાવલે તથા ખોદભાઈ ખાસિયાએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કાળુભાઈ તલાવળીયા, વિંછીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કડવાભાઈ જોગરજીયા જેઠાભાઈ ચાવડા, જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ જે.પી.રાઠોડ, ખોડાભાઇ ખસીયા, જસદણ યાર્ડના પૂર્વ પ્રમુખ પોપટભાઈ રાજપરા, સનાળાના સરપંચ ધનજીભાઈ સોલંકી, વનાળાના સરપંચ કુકાભાઈ ભરવાડ, ભડલીના વલ્લભભાઈ સાકરીયા, બંધળીના રામજીભાઈ મકવાણા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી હિરેનભાઈ સાકરીયા, સહિત આસપાસના ગામોના સરપંચો, ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.


Advertisement