રાણાવાવ અારોગ્ય કેન્દ્રના ડોકટર સામે ગંભીર ફરિયાદો: તાત્કાલીક બદલી કરવા ઉગ્ર રજુઅાત

11 February 2019 01:47 PM
Porbandar

રાણાવાવ ન.પા. દ્વારા જીલ્લા અારોગ્ય અધિકારીને નિવેદન

Advertisement

(બી.બી. ઠકકર) રાણાવાવ તા.૧૧ રાણાવાવ સામુહિક અારોગ્ય કેન્દ્રમા ડો. ગઢવી ફરજ બજાવે છે તે દદીૅઅો સાથે ગેર વતૅન કરે છે તેમજ મહિલાઅો સાથે તોછડાઈ ભયુૅ વતૅન કરે છે તેમજ ફરજ પર અનિયમિતતા દાખવે છે. અપશબ્દનો ઉપયોગ કરે છે. તેવી પુષ્કળ પ્રમાણમાં મૌખિક ફરીયાદો મળેલ છે. જેથી ડો. ગઢવીની તાત્કાલીક બદલી કરાવી અન્ય ડોકટરને મુકવા તથા ડો. ગઢવી પર કાયદેસરની કાયૅવાહ ી કરવા રાણાવાવ નગરપાલિકાના હોદેદારોઅે જીલ્લા અારોગ્ય અધિકારીને ઉગ્ર રજુઅાત કરી છે.


Advertisement