કમાણીમાં અવ્વલ અંબાણી દાન-સખાવતમાં પણ મોખરે

11 February 2019 01:31 PM
Business India
  • કમાણીમાં અવ્વલ અંબાણી દાન-સખાવતમાં પણ મોખરે

હુરુન લિસ્ટ ઓફ ફિલેનથ્રોપીસ્ટમાં અંબાણી પછી પિરામલ બીજા નંબરે: અબજોપતિઓ દ્વારા કુલ 1550 કરોડનું દાન

Advertisement

નવી દિલ્હી તા.11
દેશમાં અબજોપતિઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. 2017-18ના ઈન્કમટેકસ એસેસમેન્ટ વર્ષમાં 61 માણસોએ તેમની અવક 100 કરોડથી વધુ બતાવી હતી. લોકોની સંપતિ વધે ત્યારે આટલા પૈસા સાથે તે શું કરતા હશે એનો વિચાર આવે. ધનિકો મોજશોખ માટે પૈસા ઉઠાવે એ સમાચાર ગણાતા નથી. અબજોપતિઓ સખાવતને માર્ગ અપનાવે એ હકીકત જરૂર આશ્ર્ચર્યજનક છે. વૈશ્ર્વિક અબજોપતિઓની જેમ ભારતીય સરકારે પણ હવે તેમને અનુસરવા લાગ્યા છે.
હુરુન રિસર્ચ ઈન્સ્ટીટયુટના હયુન ઈન્ડીયન ફિલેન્જીડોથી લિસ્ટ 2018 મુજબ 39 ભારતીયોએ 1 ઓકટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018ના ગાળા દરમિયાન રૂા.10 કરોડ અથવા એથી વધુનું દાન કર્યુ હતું. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા 12% વધી છે.
ભારતના મોખરાના અબજોપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ ગાળામાં રૂા.437 કરોડનું દાન કર્યું હતું, જયારે પિરામલ ગ્રુપના અજય પિરામલ 200 કરોડના ડોનેશન સાથે તેમની પાછળ હતા.
ટોચના 10 દાનવીરોમાં મંજુડી ગુપ્તા અને પરિવાર એકમાત્ર મહિલા દાનવીર છે. મુકેશ અંબાણીએ મુખ્યત્વે શિક્ષણ, ગ્રામીણ, વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે દાન આપ્યું છે. પિરામલે પણ એજયુકેશન અને હેલ્થકેર ક્ષેત્રે હાથ લંબાવ્યો છે.
શિક્ષણમાં 30% અને આરોગ્યમાં 1% દાન આપ્યું છે. અભ્યાસ મુજબ ભારતીય દાનવીરોએ ચાલુ વર્ષે રૂા.1550 કરોડનું દાનન કર્યું છે. દાનવીરદીઠ ડોનેશનની સરેરાશ રકમ 40 કરોડ થવા જાય છે.
22 આપબળે બનેલા અને 17 વારસાઈથી બનેલા ઉદ્યોગપતિએ હુરુન ઈન્ડીયા કિલેન્થ્રોપી રિલસ્ટ 2018માં સામેલ થયા છે.


Advertisement