સૌરાષ્ટ્રના છ શહેરો ઉપરાંત પાલીતાણા સોમનાથની વિજલાઈન અન્ડરગ્રાઉન્ડ થશે

11 February 2019 01:24 PM
Ahmedabad Gujarat
  • સૌરાષ્ટ્રના છ શહેરો ઉપરાંત પાલીતાણા સોમનાથની વિજલાઈન અન્ડરગ્રાઉન્ડ થશે

રાજકોટ સહીત ત્રણ શહેરોમાં ‘કામગીરી’ શરૂ: વિજલાઈન લોસ-ચોરી અટકશે: વિજ પુરવઠો પણ સતત મળશે

Advertisement

રાજકોટ: સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ મહત્વના શહેરો તથા મહત્વના ધાર્મિક સ્થળો પરની વીજ પુરી પાડતી હાઈટેન્શન લાઈન અન્ડરગ્રાઉન્ડ કરી દેવામાં આવશે. જેના કારણે વિજ પુરવઠો કોઈ વિક્ષેપ વગર સતત મળશે તથા ટ્રાન્સમીશન લોસ પણ ઘટશે.
ગુજરાત સરકારની પાવર ડીસ્ટ્રીબ્યુશન કંપની પશ્ર્ચીમ ગુજરાત વિજ કંપની જે આ ક્ષેત્રમાં વિજળી પુરી પાડે છે એ તેણે 480 કીમી લાઈનનું ભૂગર્ભીકરણ પુરુ કરી લીધું છે અને ઈન્ટેગ્રેટેડ પાવર, પાવર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કરવામાં આવે છે અને માર્ચ સુધીમાં તેનો પ્રથમ તબકકો પુરો કરી લેવાશે.
જે મહત્વના શહેરો આ યોજના હેઠળ આવરી લેવાયા છે તેમાં રાજકોટ, જુનાગઢ, ભાવનગર, પોરબંદર અને ભુજનો સમાવેશ થાય છે. જયારે પાલીતાણા, દ્વારીકા અને સોમનાથનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારે ઓવરહેડ લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવાનો ખર્ચ રૂા.23 લાખનો પ્રતિ કિલોમીટર ખર્ચ મળે છે અને 11 કેવી સબ સ્ટેશનની લાઈનને પણ આ અન્ડરગ્રાઉન્ડ બીજપાવર સાથે જોડી દેવાશે. જયારે નાના ટ્રાન્સફોર્મર સુધી આ પ્રકારે અન્ડરગ્રાઉન્ડ હશે અને બાદમાં નાના ટ્રાન્સફોર્મરથી ગ્રાહકને વિજ પુરવઠો મળશે. જે ખુલ્લા વાયરથી હશે. પીજીવીસીએલના એમડી બીકે પંડયાએ આ માહિતી આપતા કહ્યું કે આ પ્રકારે ભુગર્ભ લાઈનથી વિજચોરી અટકશે અને ગ્રાહકોને ચોમાસા સહીતની મોસમમાં વિક્ષેપ વગર વિજપુરવઠો આપી શકાશે. આ ઉપરાંત સબસ્ટેશનથી ટ્રાન્સફોર્મર સુધીનો વિજ પુરવઠામાં પણ લાઈન લોસ ઘટાડી શકાશે અને આ પ્રકારે હાલ પ્રથમ તબકકે 8000 ગ્રાહકોને અન્ડરગ્રાઉન્ડ કેબલથી વિજ પુરવઠો મળતો હોવાથી તે વિસ્તારના વિજ થાંભલા પણ દૂર થઈ શકશે. પાલીતાણા અને સોમનાથ પણ આ રીતે એસટી લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરુ થઈ છે.

કયા-કેટલું કામ (કેબલ લેન્થ)
* રાજકોટ: 240 કીમી-220 કીમીનું કામ પુરુ- ખર્ચ રૂા.63 કરોડ
* જામનગર: 35 કિમી-15 કીમીનું કામ પુરુ- ખર્ચ રૂા.9 કરોડ
* જુનાગઢ: 26 કીમી-17 કીમીનું કામ પુરુ: ખર્ચ રૂા.6 કરોડ
* ભાવનગર: 95 કીમી-75 કીમીનું કામ પુરુ- ખર્ચ રૂા.22 કરોડ
* પોરબંદર: 60 કીમી- 60 કિમીનું કામ પુરુ- ખર્ચ રૂા.14 કરોડ
* ભુજ: 22.5 કીમી-21 કીમીનું કામ પુરુ- ખર્ચ રૂા.5.17 કરોડ


Advertisement