ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા વસંત પંચમીની ઉજવણી

11 February 2019 01:23 PM
Gondal
  • ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા વસંત પંચમીની ઉજવણી
  • ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા વસંત પંચમીની ઉજવણી

Advertisement

ગંગોત્રી સ્કૂલ માં દરેક ધાર્મિક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ગઇકાલે વસંત પંચમી ના પાવન પર્વની ઉજવણી ગંગોત્રી સ્કૂલમાં કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંતઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. નાના નાના ભૂલકાઓ દ્વારા આજના દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગાર, ગુલાલ, ધૂપ, દીપ અને જળ અર્પણ કરીને તેની પૂજા કરવામાં આવી હતી. આજના પાવન પર્વ નિમિત્તે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ પણ પીળા રંગના કપડાં પહેરીને આવ્યા હતા. તેમજ માતાજીની આરતી અને ધૂન સાથે ઝુમી ઉઠ્યા હતા.


Advertisement