રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, અવસરભાઇ નાકીયાની પુત્રીના શુભલગ્ન યોજાયા : ચિ.પુરી-ચિ.કિશન

11 February 2019 01:20 PM
Jasdan
  • રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, અવસરભાઇ 
નાકીયાની પુત્રીના શુભલગ્ન યોજાયા : ચિ.પુરી-ચિ.કિશન

પદાધિકારીઓ અને મહાનુભાવોએ હાજર રહી નવદંપતિને આશિર્વાદ આપ્યા

Advertisement

જસદણ તા.11
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને તાજેતરમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય અવસરભાઈ કાનજીભાઈ નાકીયાની પુત્રી ચિ. પુરીબેન ના લગ્ન બોટાદ નિવાસી મુક્તાબેન તથા ચતુરભાઈ બચુભાઈ સાકરીયા ના પુત્ર કિશન સાથે આજે બપોરે વીંછીયા તાલુકાના આસલપુર ગામે યોજાયા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ રામાણી, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા, વિછીયા યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખીમજીભાઇ કુમારખાણીયા, જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ ધડુક, અગ્રણી ઉદ્યોગપતિ વલ્લભભાઈ ખાખરીયા, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પણ કેટલાક આગેવાનો લગ્નમાં હાજરી આપી રાજકીય ખેલદિલી દેખાડી હતી. અવસરભાઈ નાકિયાએ તમામ મહેમાનોને ઉમળકાથી આવકાર્યા હતા.


Advertisement