પવન ઉર્જા પ્રોજેકટો માટે ખાનગી કંપનીઓ મોંઘી જમીન ખરીદવા લાગી

11 February 2019 12:31 PM
India
  • પવન ઉર્જા પ્રોજેકટો માટે ખાનગી કંપનીઓ મોંઘી જમીન ખરીદવા લાગી

ગુજરાત સરકારની લીઝ પર જમીન આપવામાં આનાકાની

Advertisement

બેંગ્લોર તા.11
ગુજરાત સરકાર ખાનગી પવન ઉર્જા કંપનીઓને જમીન લીઝ પર આપવા ખાસ આતૂર નથી ત્યારે આવી કંપનીઓને ખાનગી જમીન ખરીદવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારના પ્રોજેકટ મેળવનાર કંપનીઓને નાછુટકે ખાનગી જમીન ખરીદવાનો વખત આવ્યો છે.
કેન્દ્રીય એજન્સીઓએ કરેલી હરરાજીમાં કોન્ટ્રાકટ મેળવનાર કંપનીઓને મહેસુલી જમીન લીઝ પર આપવામાં રાજય સરકાર ખાસ રસ લેતી નથી. પવન ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત શ્રેષ્ઠ રાજય છે. સોલાર એનર્જી કોર્પોરેશને 7000 મેગાવોટ પવન ઉર્જા માટે એકશન પ્રક્રિયા કરી હતી. તેમાંથી અર્ધોઅર્ધ પ્રોજેકટ ગુજરાતમાં સ્થપાવાના છે. પ્રોજેકટ બીડ જીતનાર કંપનીઓ પવન ઉર્જા પ્રોજેકટ માટે જમીન મેળવી શકતી નથી એટલે જુદા-જુદા સ્થળોએ તે શરૂ કરવાનો વ્યુહ અપનાવ્યો છે. એક મેગાવોટ પવન ઉર્જાના પ્રોજેકટ માટે 0.75 એકર જમીનની જરૂરિયાત રહે છે.
પવન ઉર્જા બીડ જીતનાર કર્ણાટકની કંપનીના અધિકારીએ કહ્યું કે સરકાર લીઝ પર જમીન આપવામાં રસ લેતી નથી. ખાનગીજમીન માલિકોએ ભાવ વધારી દીધા છે છતાં નાછુટકે ખરીદવા સિવાય વિકલ્પ નથી. સરકારી જમીન 10 લાખમાં મળે છે. જયારે ખાનગી જમીનના 50 લાખ થાય છે.
ગુજરાત સરકારે અગાઉ એમ કહ્યું હતું કે રીન્યુએબલ એનર્જી માટેની જમીન નીતિ નકકી થયા બાદ સમગ્ર પ્રશ્ર્નોનો ઉકેલ લાવી દેવામાં આવશે. ગત સપ્તાહમાં નીતિ જાહેર કરવામાં આવી હતી. પરંતુ પવન, સૌર અને હાઈબ્રીડ પાર્કમાં પ્રોજેકટ ઉભા થાય તો જ વિવિધ લાભની જોગવાઈ છે. ભૂતકાળની જેમ કોઈપણ સ્થળે પ્રોજેકટ સ્થાપવામાં લાભ નથી.


Advertisement