મેં એવું તો કંઇ નથી કર્યુ કે કંગના મારા વિશે કઠોર શબ્દો બોલે: આલિયા ભટ્ટ

11 February 2019 12:26 PM
Entertainment
  • મેં એવું તો કંઇ નથી કર્યુ કે કંગના મારા વિશે કઠોર શબ્દો બોલે: આલિયા ભટ્ટ

Advertisement

આલિયા ભટ્ટે હાલમાં જ કંગના રનોટની કમેન્ટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે તેણે એવું કંઇ કર્યુ નથી કે તેને કંગના પાસેથી આવા સખત શબ્દો સાંભળવા મળે. કંગનાએ હાલમાં જ જણાવ્યું હતું કે આલિયા તો કરણ જોહરની કઠપૂતળી છે. તેણે નારી સશકિતકરણની મારી ફિલ્મને સપોર્ટ કરવો જોઇએ. કંગનાના આવા નિવેદનો બાદ આલિયાએ કહ્યું હતું કે જો તેને મારા વિશે કોઇ ફરિયાદ હોય તો હું તેને પર્સનલી મળીને એ વિશે ચર્ચા કરીશ. હું આ સંદર્ભે મીડિયામાં બોલવા નથી માંગતી. હું આ અગાઉ પણ કહી ચૂકી છું કે એક કલાકાર તરીકે હું તેની ખૂબ પ્રશંસા કરૂ છું. તે સ્પષ્ટ વકતા છે અને તેની એ વિશેષતાની પણ હું કાયલ છું. જો મેં તેને કદાચ અજાણતાં નારાજ કરી હોય તો હું એ વિશે નથી જાણતી. ખરૂ કહું તો મારો એવો કોઇ ઇરાદો પણ ન હોઇ શકે. મેં એવું વર્તન નથી કર્યુ જેના કારણે મને આવા રીએકશન મળે.


Advertisement