ગરીબી અને ગુનાખોરી વચ્ચેનો સંબંધ : તિહાડ જેલ

11 February 2019 12:17 PM
India
  • ગરીબી અને ગુનાખોરી વચ્ચેનો સંબંધ
: તિહાડ જેલ
  • ગરીબી અને ગુનાખોરી વચ્ચેનો સંબંધ
: તિહાડ જેલ
  • ગરીબી અને ગુનાખોરી વચ્ચેનો સંબંધ
: તિહાડ જેલ

દેશની સૌથી મોટી દિલ્હીની જેલમાં સેંકડો ગરીબ સાથે હાઈ પ્રોફાઈલ કેદીઓ રહે છે, પણ વાસ્તવિકતા એ છે કે 77% કેદીઓ જેલમાં આવ્યા, એ પહેલા મહીને રૂા.8000થી પણ ઓછુ કમાતા હતા

Advertisement

નવી દિલ્હી: તિહાડ જેલમાં ધકેલી દેવાયા પહેલાં દર પાંચમાંથી એક કેદીની માસિક આવક રૂા.8000થી ઓછી હતી.
દેશની સૌથીવધુ કેદીઓધરાવતી તિહાડ જેલના ડેટા ગરીબી અને અપરાધ વચ્ચેનો સીધો સંબંધ સૂચવે છે. જેલ સતાવાળાઓનારિપોર્ટ મુજબ નવેમ્બર 2018ના અંતે તિહાડમાં 15,468 કેદીઓ હતા. એમાંથી 11,945 (77.2%) ની આવક મહીને આઠ હજારથી ઓછી હતી. 667 કેદીઓ (4.43%) મહીને રૂા.16001 થી રૂા.30000 અને માત્ર 341 (2.2%) ત્રીસ હજારથી વધુ કમાતા હતા.
સાત વર્ષમાં પહેલીવાર જેલસતાવાળાઓએ આવો રિપોર્ટ તૈયાર કર્યો છે. 400 એકરના આ જેલસંકુલનું દિલ્હી સરકાર સંચાલન કરે છે. એમાં દેશના ધનિકોથી માંડી ગરીબમાં ગરીબ કેદીઓ છે. નાની મોટી ચોરી કરનારા ઘરવિહોણા કેદીઓથી લઈ રિઅલ એસ્ટેટ કંપની યુનિટેકના માંધાતાઓ અજય ચંદ્રા અને સંજય ચંદ્રા અહીં એક સામે રહે છે.
રિપોર્ટ મુજબ અડધાથી વધુ કેદીઓ જેલમાં આવ્યા એ પહેલાં રેગ્યુલર જેલ ધરાવતા નહોતા. 8079 (52.2%) વિલફુલ કામ કરતા નહોતા અથવા પાર્ટટાઈમ મજુરો તરીકે કામ કરતા હતા. 2800 કેદીઓ ખેડુતો અથવા ખેતમાલિકો હતા. 1180 કેદીઓને પોતાનો ધંધો હતો અથવા વેપારી હતા.
માત્ર 214 કેદીઓ (1.4%) ધરપકડ થઈ ત્યારે કેન્દ્ર કે રાજય સરકારના કર્મચારીઓ હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કમનસીબી લાગે, પણ ગરીબ વ્યક્તિ અપરાધ તરફ ઢળે તેવી શકયતા વધુ છે. પરંતુ જેલમાં સળીયા ગણતા કેટલાક કુખ્યાત એક વખત ઘણાં પૈસાવાળા હતા. 15 જધન્ય ગુનાઓના આરોપોનો સામનો કરી રહેલા નીરજ બબાના પૈસાદાર પરિવારમાંથી આવે છે. તે પોતાના કારણસર ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. 20-25% કેદીઓ રીઢા છે, ગત વર્ષે કાયમી નોકરી નહીં ધરાવનારા કેદીઓની સંખ્યા 22% જેટલી હતી. આવા કેદીઓ ચોરી-ચપાટીના ગુનામાં જેલમાં છે.
2016માં રિટાયર થયા પહેલા તિહાડમાં 35 વર્ષ લો-ઓફીસર તરીકે ફરજ બજવનારા સુનિલ ગુપ્તા કહે છે કે આ કેદીઓમાંથી ઘણાનું કોઈ વકીલ નથી. તિહાડના અડધાથી વધુ કેદીઓ દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી આવે છે. આમ છતાં એ કહેવું ખોટું છે કે ઝુંપડપટ્ટીવાસીઓ બધા અપરાધીઓ છે. મોટાભાગના સંજોગોના કારણે ગુનેગાર બને છે. ઘણાં પાસે નિયમિત નોકરી નહીં હોવાથી અપરાધના માર્ગે રહી જાય છે. જમીન પર છૂટવા તે વકીલો રોકી શકે તેમ નથી.
ગુપ્તાએ જણાવ્યું હતું કે શિક્ષણ પણ મહત્વનું પરિબળ છે. મોટાભાગના કેદીઓ સ્કુલ ડ્રોપઆઉટસ છે.
જેલ સુધારાના ક્ષેત્રે કામ કરતા અન્ય એક એકસપર્ટના જણાવ્યા પ્રમાણે તિહાડ જેલના રિપોર્ટના તારણો દેશમાં જોવા મળતી વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. દેશનની જેલોમાં લડતા મોટાભાગના કેદીઓ ગરીબ છે. વળી, મોટાભાગના ફર્સ્ટ ટાઈમ ગુનેગારો છે. તિહાડમાં જેલ નં.5માં રહેતા કેદીઓ 18થી21 વર્ષના છે.
નેશનલ ફોરમ ફોર પ્રિઝન રિફોર્મ્સના ક્ધવીનર અજય વર્માના જણાવ્યા મુજબ અમે આવા કેદીઓને જેમ અને જવેલરી ડિઝાઈનમાં તાલીમ આપી હતી. આવી પહેલથી તેમને નોકરી શોધવામાં મદદ મળે છે. લોકો પાસે નોકરી-કામધંધો હોય ત્યારે ક્રાઈમ તરફનું તેનું વલણ ઘટી જાય છે.
જેલના રેકોર્ડ મુજબ ગત ડિસેમ્બરમાં 65.4% કેદીઓ લગભગ અભણ અથવા 10માં ધોરણ પહેલાં અભ્યાસ છોડી દીધો હતો.
જેલના એક પ્રવકતાના જણાવ્યા મુજબ મઢો અને મઢાવો અભિયાનના કારણે જેલમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેલમાં ભણવાની વ્યવસ્થા
કરવામાં આવી છે જેથી કોઈ જેલમાં પાછા ન ફરે.


Advertisement