અંજારમાં હરિયાણાની ખૂંખાર ગેંગ અને પોલીસ આમને-સામને : 4 રાઉન્ડ પોલીસે ફાયર કર્યા

11 February 2019 12:11 PM
kutch Gujarat
  • અંજારમાં હરિયાણાની ખૂંખાર ગેંગ અને પોલીસ આમને-સામને : 4 રાઉન્ડ પોલીસે ફાયર કર્યા

સામસામો ગોળીબાર : ગેંગના બે સાગરીતો ઝડપાયા

Advertisement

ભૂજ તા.11
કચ્છના અંજાર શહેરની શાંતિધામ સોસાયટીમાં બે ખુંખાર અપરાધીઓ અને પોલીસ વચ્ચે સામસામો ગોળીબાર થતાં ચકચાર ફેલાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આદિપુરના એટીએમ પાસે કેશવાનના કર્મચારીઓ પર ફાયરીંગ કરી લાખ્ખો રૂપિયાની લૂંટ કરનારી હરિયાણા ગેંગના આરોપીઓ વધુ કોઈ લૂંટને અંજામ આપવા આવ્યા હોવાની બાતમી મળતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક ગુન્હાશોધક શાખા અને સ્થાનિક પોલીસ મથકોનો પોલીસ કાફલો અંજારની શાંતિધામ સોસાયટીમાં ધસી ગયો હતો. આરોપીઓ પાસે હથિયાર હોવાના અને તે ખુંખાર હોવાની બાતમી હોઈ પોલીસ અધિકારીઓએ અગમચેતી વાપરી બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના અંદેશા મુજબ જ બે આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરીંગ કરી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો. જો કે, સામે પોલીસે પણ વળતાં બે રાઉન્ડ ફાયર કરી બંનેને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપી હરિયાણાના છે અને તેમની પાસેથી પોલીસે એક રિવોલ્વર અને એક દેશી કટ્ટા સહિત બે હથિયાર કબ્જે કર્યાં છે. પોલીસ મુઠભેડ દરમિયાન તેમની સાથે રહેલાં બે શખ્સો નાસી છૂટ્યાં છે. તેમને શોધવા પોલીસે સઘન સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું છે. આ અંગે મોડી સાંજે પોલીસ દ્વારા સત્તાવાર વિગતો જારી કરાય તેવી શક્યતા છે.


Advertisement