આંધ્રને વિશેષ દરજજો આપવાની માંગ સાથે ચંદ્રાબાબુ નાયડુના દિલ્હીમાં ધરણા-ઉપવાસ

11 February 2019 11:59 AM
India
  • આંધ્રને વિશેષ દરજજો આપવાની માંગ સાથે ચંદ્રાબાબુ નાયડુના દિલ્હીમાં ધરણા-ઉપવાસ

મોદીને ખરાબ શાસક ગણાવ્યા

Advertisement

નવી દિલ્હી તા.11
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ રાજયને વિશેષ દરજજો આપવા અને અન્ય વચ્ચો પુરા કરવાની માંગણી સાથે આજે પાટનગરમાં ધરણા કરશે. ટીડીપીએ પોતાના સમર્થકોને દિલ્હી લાવવા રૂા.1.12 કરોડના ખર્ચે બે ટ્રેનો પણ બુક કરાવી છે. એ સિવાય નાયડુએ પોતાના ધરણામાં સામેલ થવા રાજયના અન્ય પક્ષોને પણ આમંત્રણ આપ્યું છે. આંધ્રને વિશેષ દરજજો નહીં આપવાના આક્ષેપ સાથે નાયડુએ ગત વર્ષે એનડીએ સાથે છેડો ફાડયો હતો.
નાયડુએ આજે રાજઘાટ અને આંધ્રભવન પાસે આવેલી બી.આર.આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલી આપ્યા પછી આંધ્ર ભવનમાં ધરણાં-ભૂખ હડતાળ શરુ કર્યા હતા, મંગળવારે તે રાષ્ટ્રપતિને પોતાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપશે.
પાટનગર આવી પહોંચ્યા પછી તરત નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખરાબ શાસક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન જયારે કોઈ રાજયની મુલાકાતે જાવ ત્યારે એ રાજયના મુખ્યપ્રધાન સાથે પરામર્શનો શિષ્ટાચાર અનુસરવામાં આવે છે. તમારા પ્રવાસે પ્રાદેશિક નેતા સાથે ખરાબ વ્યવહારની સંસ્કૃતિ ઉજાગર કરી રહી છે.
દરમિયાન, નાયડુ, પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીના તેમના સમકક્ષો મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલ સાથે એક રેલીને સંબોધન કરશે.


Advertisement