10 ટકા અનામતમાં સામેલ કરજો; ગુજરાતમાં પરપ્રાંતિયોની ચીમકી

11 February 2019 11:57 AM
Ahmedabad Gujarat
  • 10 ટકા અનામતમાં સામેલ કરજો; ગુજરાતમાં પરપ્રાંતિયોની ચીમકી

ડોમિસાઈલ નિયમ 40 થી ઘટાડી 10 વર્ષ કરવા રજુઆત

Advertisement

અમદાવાદ તા.11
ગુજરાતમાં સવર્ણોના પછાત વર્ગો માટે 10 ટકા અનામતમાં લાભ ન મળે તો વિરોધ કરવાની ઉતર ભારતીય વિકાસ પરિષદે ચીમકી આપી છે.
સંગઠનના જણાવ્યા મુજબ 1 એપ્રિલ થી રાજયનો નિવાસી હોવા માટે ડોમીસાઈલ પ્રમાણપત્રની જરૂરિયાત અયોગ્ય છે. પરિષદે ડોમીસાઈલ જરૂરિયાત 40થી ઘટાડી 10 વર્ષ કરવા માંગણી કરી છે.
પરિષદની કારોબારીની બેઠકમાં ડોમીસાઈલ મુદે ચર્ચા થઈ હતી અને વિરોધ કાર્યક્રમોની વ્યુહરચનાનો વિચાર કરવામાં આવ્યો હતો.
પરિષદના દાવા મુજબ મહારાષ્ટ્રમાં પણ 10 વર્ષની ડોમીસાઈલની જરૂરિયાત છે. માત્ર ગુજરાતે ઉંચી જરૂરિયાત રાખી છે. બેઠક દરમિયાન જુદા જુદા સતાવાળાઓને આવેદનપત્ર આપવા માટે જાહેરસભા યોજવા નિર્ણય લેવાયો હતો. જરૂર પડયે પ્રતીક ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવશે. હાઈકોર્ટમાં પિટીશન પણ કરવામાં આવશે. પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત માંગવામાં આવી હતી, પણ એ વિનંતી સ્વીકારવામાં આવી નથી. પરિષદનું પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ મળ્યું હતું, પણ તેમણે નકકર ખાત્રી આપી નહોતી.


Advertisement