નોટબંધીના સવા બે વર્ષ પછી પણ જુની નોટ પકડાવાનો સિલસિલો: 3.50 કરોડ પકડાયા

11 February 2019 11:57 AM
Ahmedabad Gujarat
  • નોટબંધીના સવા બે વર્ષ પછી પણ જુની નોટ પકડાવાનો સિલસિલો: 3.50 કરોડ પકડાયા

નવસારી નજીક કારમાંથી 500-1000ના દરની નોટ સાથે ચાર ઝબ્બે

Advertisement

અમદાવાદ તા.11
દેશમાં નોટબંધી લાગુ થયાના બે વર્ષ પછી પણ રૂા.500 તથા 1000ની નોટો મળવાનો સિલસિલો જારી જ રહ્યો હોય તેમ રૂા.3.50 કરોડની જુની નોટો જપ્ત કરવામાં આવી છે.
નવસારી પંથકમાં પોલીસની ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન ચોકકસ બાતમીના આધારે એક એસેન્ટ કારને અટકાવવામાં આવી હતી તેની તલાશી દરમ્યાન રૂા.500 અને 1000ના દરની જુની નોટો મળી આવી હતી. આ નોટોના બંડલની ગણતરી કરવામાં આવતા તે 3.50 કરોડની હોવાનું માલુમ પડયું હતું. કારમાં સવાર ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ પ્રાથમીક પુછપરછમાં એવી કબુલાત આપી હતી કે સાત ટકાના વ્યાજે મુંબઈથી આ જુની નોટો મેળવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ રૂા.500 તથા 1000ના દરની જુની નોટો પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. કાળુ નાણુ બહાર કાઢવા માટે આ પગલુ લેવામાં આવ્યુ
હતું. જુની નોટો રાખવા પર પણ કાનુની પ્રતિબંધ છે.
પોલીસના સૂત્રોએ કહ્યું કે નવસારી નજીકથી પકડાયેલી જુની નોટોમાં 1000ના દરની 13432 તથા 500ના દરની 43300 નોટો છે.


Advertisement