રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર વિરોધી જોગવાઈ પડતી મુકાઈ હતી: નવો ધડાકો

11 February 2019 11:54 AM
India
  • રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર વિરોધી જોગવાઈ પડતી મુકાઈ હતી: નવો ધડાકો

ભારત અને ફ્રાંસ સરકાર વચ્ચેના સોદા છતાં ખાનગી સપ્લાયરોને પેનલ્ટી, કમીશન બાબતે છૂટછાટ અપાઈ : ‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ વાટાઘાટો કરનારી ટીમના 3 સભ્યોએ વિરોધ કર્યો હતો: અલગ નોંધ રજુ કરી હતી : તત્કાલીન સંરક્ષણ પ્રધાન પાર્રિકરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સપ્લાય પ્રોટોકોલ્સ સંબંધી 8 ફેરફારો મંજુર કરાયા હતા

Advertisement

નવી દિલ્હી તા.11
ભારત અને ફ્રાંસ વચ્ચેના 7.87 અબજ યુરોના રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર વિરોધી પેનલ્ટી અને એસ્કો એકાઉન્ટ દ્વારા પેમેન્ટની જોગવાઈ દૂર કરી ભારત સરકારે અસાધારણ છૂટછાટ આપી હતી. ભ્રષ્ટાચાર નાબુદીના સૂત્ર સાથે સતા પર આવેલી નરેન્દ્ર મોદી સરકાર માટે મહત્વના સૂચિતાર્થો પડશે.
એ મહત્વનું છે કે હિન્દુ અખબાર દ્વારા વડાપ્રધાનના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા સમાંતર વાટાઘાટો અને ભ્રષ્ટાચાર વિરોધી કલમની નાબુદીની વાતનો સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને આપેલા દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
ઉચ્ચ કક્ષાના રાજકીય હસ્તક્ષેપનો અર્થ એવો કરી શકાય કે પેનલ્ટી ફારે યુઝ ઓફ અનડયુ ઈન્ફલુઅન્સ, એજન્ટસ, એજન્સી કમીશન બાબતેની સ્ટાન્ડર્ડ ડિફેન્સ પ્રોકયુરમેન્ટ પ્રોસીજરની કલમ ભારત સરકાર દ્વારા સપ્લાય પ્રોટોકલમાંથી પડતી મુકાઈ હતી. ઈન્ટર ગવર્નમેન્ટલ એગ્રીમેન્ટ નવી દિલ્હીમાં 23 સપ્ટેમ્બર 2016માં થયા હતા. દાસોં રાફેલ એરક્રાફટ પેકેજની સપ્લાયર છે, જયારે એમબીડીએ ફ્રાંસ ભારતીય વાયુદળને વેપન્સ પેકેજનું સપ્લાયર છે.
‘હિન્દુ’ અખબારના અહેવાલ મુજબ એ વખતના સંરક્ષણ પ્રધાન મનોહર પારીકરની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એકઝીબીશન કાઉન્સીલ (ડીએસી)ની સપ્ટેમ્બર 2016માં મળેલી બેઠકે આઈપીઓ, સપ્લાય પ્રોટોકોલ્સ, ઓફસેટ કોન્ટ્રાકટ અને ઓફસેટ શિડયુલમાં 8 ફેરફારોને મંજુરી આપી હતી. આઈજીએ અને સંલગ્ન દસ્તાવેજોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબીનેટ કમીટી ઓન સીકયુરીટી (સીસીએલ)માં 24 ઓગષ્ટ, 2016એ મંજુરી આપી એ પછી એ ફેરફારો કરવામાં આવ્યાહતા.
ડીએસીના મેમ્બર સેક્રેટરી વાઈસ એડમિરલ અજીતકુમાર દ્વારા દસ્તખત કરાયેલા આઠ ફેરફારો પૈકી એકમાં પેનલ્ટી ફોર અનડયુ ઈન્ફલુઅન્સ, એજન્ટ/એજન્સી કમીશન અને એકસેસ યુ કંપની એકાઉન્ટસ ઈન ધ સપ્લાય પ્રોટોકોલ્સ સંબંધી છે, મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા આ જોગવાઈ સપ્લાય પ્રોટોકોલ્સમાંથી પડતી મુકાઈ હતી. આઈજીએ ભારત અને ફ્રાંસ વચ્ચેની સમજુતી હતી, જયારે સપ્લાય પ્રોટોકોલ્સનો અમલ દાસોં અને એમબીડીએ કંપની ખાનગી કંપનીઓએ કરવાનો હતો.
ભારતીય વાટાઘાટ ટીમના 3 સભ્યો, એમ.પી.સિંહ, સલાહકાર, એ.આર.લુસે, ફાઈનાન્સીયલ મેનેજર અનેરાજીવ વર્મા, જોઈન્ટ સેક્રેટરી અને એકઝીબીશન મેનેજર એ રજુ કરેલી અલગ નોંધમાં આઈજીએના ઓથા હેઠળ થયેલા સીધા સોદા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બન્ને કંપનીઓ સાથે સીધા સોદા સામે વિરોધ કરતા તેમણે તેમની નોંધમાં જણાવ્યું છે કે સરકાર-સરકારના આધારે ખરીદી છતાં આઈજીઓમાં પેમેન્ટ ફ્રેંચ ઔદ્યોગીક સપ્લાયરોને કરવાનું છે, નહીં કે ફ્રાંસ સરકારને, અને એથી નાણાકીય ડહાપણને ખાવાની આવશ્યકતાનું બલિદાન આપવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે હિન્દુ અખબારે અગાઉ 66 રાફેલ વિમાનો ખરીદવાના મોદી સરકારના નિર્ણયના કારણે કિંમત 41% વધી ગઈ હોવાનો દાવો કર્યો હતો.


Advertisement