લખનૌમાં પ્રિયંકાનો જબરો રોડ-શો: મોદી વૃંદાવનમાં

11 February 2019 11:53 AM
India
  • લખનૌમાં પ્રિયંકાનો જબરો રોડ-શો: મોદી વૃંદાવનમાં

બે દશકા બાદ ઉતરપ્રદેશમાં કોંગ્રેસ જીવંત થયાના દ્રશ્યો : લખનૌ એરપોર્ટથી કોંગ્રેસ વડામથક સુધીનો 9 કલાકનો રોડ શો શરૂ: ઠેર ઠેર- જવાહરલાલ નહેરુ, ઈન્દીરા-સોનિયા-રાહુલ-પ્રિયંકાના હોર્ડીંગ્સ-પોષ્ટર્સ: ખાસ રથમાં પ્રિયંકા-રાહુલ સવાર

Advertisement

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી ‘કીંગ મેકર્સ’ બની શકતા ઉતરપ્રદેશ કબ્જે કરવાના રાજકીય પક્ષો વચ્ચેના જંગમાં આજે રાજયમાં કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી તથા નહેરુ-ગાંધી કુટુંબના કરીશ્માઈ મહિલા નેતા પ્રિયંકા ગાંધી પુર્વીય યુપીનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજયની મુલાકાતના પ્રારંભે લખનૌમાં એક જબરો રોડ શો કરી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશમાં વૃંદાવનમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન આયોજીત સ્કુલના વિદ્યાર્થીઓને ભોજન પુરુ પાડતી આ સંસ્થા દ્વારા 300 કરોડની થાળી બાળકોને અર્પણ કરશે. જેમાં બાહુબલી ફિલ્મના હિરો, પ્રભાત સહિતના અનેક કલાકારો અને દેશના નામી શેફ સંજયકપુર પણ ઉપસ્થિત રહેશે. શ્રી મોદી આ ઉપરાંત નોઈડામાં પેટ્રો ટેક 2019નું પણ વિધિવત ઉદઘાટન કરશે. જેમાં 70 દેશોના 7000 પ્રતિનિધિ હાજરી આપી રહ્યા છે અને પ્રિયંકા ગાંધી તથા રાહુલ ગાંધી લખનૌ અહેરપોર્ટથી પક્ષના વડામથક સુધીનો 9 કલાકનો લાંબો રોડ શો કરશે. જેમાં મુખ્ય ત્રણ સ્થળોએ તે ભવ્ય મેદનીને સંબોધન કરશે તથા ઠેર ઠેર સ્વાગત કરશેતથા અને આ માટે લખનૌમાં રોડ-શોના માર્ગ પર ઠેર ઠેર પ્રિયંકા-રાહુલ-જયોતિરાદીત્ય સિંધીયાની તસ્વીરોના હોર્ડીંગ્સ લગાવાયા છે. ઉપરાંત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીની તસ્વીર સાથેના પણ હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે અને બીજી તરફ સોનિયા-રાહુલ-પ્રિયંકાની તસ્વીરો પણ નજરે ચડી રહી છે.
આજે આખો દિવસ પ્રિયંકા ગાંધીનું ભરચક શેડયુલ છે. પ્રિયંકા-રાહુલ-જયોતિરાદીત્ય સિંધીયા પક્ષના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. પ્રિયંકા- ત્રણ દિવસ અહી રોકાશે. પ્રિયંકા ગાંધી 42 લોકસભા બેઠકના ઈન્ચાર્જ છે અને જયોતિરાદીત્ય 38 બેઠકો સંભાળશે. પ્રિયંકા આ ઉપરાંત દેશભરમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. આજે સલામતના કારણોસર પ્રિયંકાના રોડ-શોનો રૂટ થોડો ફેરવાયો હતો.
સમગ્ર રોડ-શો માર્ગમાં ઠેર-ઠેર કોંગ્રેસના ચૂંટણી પ્રતિકના પતાકા નજરે ચડે છે. પ્રિયંકાના રોડ-શોને કવર કરવા દેશ વિદેશના પત્રકારો ઉતરી પડયા છે. પ્રિયંકા સહીતના ત્રણેય નેતા ખાસ રથમાં સવાર થશષ. જે પંજાબ કોંગ્રેસે ભેટમાં આપ્યો છે.

નમસ્કાર- મે પ્રિયંકા ગાંધી વાડ્રા બોલ રહી હું!
આજે પ્રિયંકા ગાંધીના લખનૌમાં રોડ-શો પૂર્ણ ઉતરપ્રદેશમાં પ્રિયંકા અને જયોતિરાદીત્ય સિંધીયાનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં પ્રિયંકા- નમસ્કાર, મૈં પ્રિયંકા ગાંધી વાડ્રા બોલ રહી હું! કલ આપકો મિલને મૈ લખનૌ આ રહી હું મેરે દિલ મે આશા હૈ કી હમ સબ મિલકર એક નઈ રાજનીતિ કી ઔર શરુઆત કરેંગે ઐસી રાજનીતિ જીસમે આપ સબ ભાગીદાર હોંગે- મેરે યુવા દોસ્ત મેરી બહેને સબસે કમજોર વ્યક્તિ સબ કી આવાજ સુનાઈ દેગી- આઈયે મેરે સાથ મિલકર એક નયે ભવિષ્ય એક નઈ રાજનીતિ કા નિર્માણ કરેંગે.


Advertisement