જે કંઇ કર્યુ છે તે ઇમાનદારીથી કર્યુ છે : કલસ્ટર સંમેલનમાં વિજય રૂપાણીનો ટંકાર

09 February 2019 05:54 PM
Gujarat
  • જે કંઇ કર્યુ છે તે ઇમાનદારીથી કર્યુ છે : કલસ્ટર સંમેલનમાં વિજય રૂપાણીનો ટંકાર

ભ્રષ્ટાચાર સામેે એન્ટી કરપ્શન બ્યૂરોને છુટો દૌર : બીન ખેતી સહિતની કામગીરી ઓનલાઇન : ગુજરાતનો વેપારી 24 કલાક દુકાન ચાલુ રાખી શકે તેવી જોગવાઇનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી

Advertisement

સુરેન્દ્રનગરમાં આજે ભાજપના કલસ્ટર સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજયમાં એક વર્ષમાં એન્ટી કરપ્શન બ્યુરોની 730 રેડ પડી છે અને ભલભલા અધિકારીઓને ઝડપીને જેલ ભેગા કરાયા છે. સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે અત્યંત આકરૂ વલણ લઇ રહી છે. એડીશ્નલ ડી.જી.કક્ષાના અધિકારીને આ વિભાગમાં મૂકાયા છે અને ફકત સસ્પેન્ડ નહી પરંતુ સજા થાય તેવી કાર્યવાહી થઇ છે. તેઓએ આ તકે સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં એડીશનલ કલેકટર સહિતના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત બીનખેતી સહિતની જોગવાઇ ઓનલાઇન કરી તેનો ઉલ્લેખ કર્યો અને રાજયમાં વેપારીઓને 24 કલાક દુકાન ખુલી રાખવા મંજુરી આપી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે વેપારીઓ સલામત રીતે વેપાર કરે, લોકો ખુશખુશાલ રીતે શોપીંગ કરે એમાં રાજય સરકાર વચ્ચે આવવા માંગતી નથી.


Advertisement