પુરષોત્તમ સોલંકી સામે ઇશ્યૂ કરાયું વોરંટ... ૧૫ દિવસમાં કોર્ટમાં હાજર થવા ફરમાન

09 February 2019 05:29 PM
Video

Advertisement

રાજયમાં ૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં રાજયકક્ષાનાં મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યૂ કર્યું છે. ૧૫ દિવસમાં ગાંધીનગર કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન પણ પાઠવાયું છે. તેમની આક્ષેપ છે કે તેમણે ટેન્ડર વિના માછીમારી ઇજારો આપ્યો છે. પરસોત્તમ સોલંકી કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ ઇશ્યુ કરાયું છે. ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે પાઠવેલા સમન્સ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ફગાવીને તેઓને ગાંધીનગર કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.


Advertisement