ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા

09 February 2019 03:51 PM
Jamnagar Gujarat
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા
  • ઠેબા પાસેના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણીના સરકાર ઉપર ચાબખા

ધારાસભ્યોના પગાર ગુજરાતમાં બમણાં થયા પરંતુ ખેડુતોને યાદ કરાયા: ખેડુતોને પોતાના હકક માટે જાતે જ લડત માગે આગળ આવવા હાર્દિકની અપીલ

Advertisement

જામનગર તા. 9 :
જામનગરના ઠેબા ગામ નજીક ખેડુત અધિકાર સંમેલનના નામે યોજાયેલી જાહેરસભામાં પાસ અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર ગંભીર પ્રહારો કર્યા હતાં.
જામનગરના ઠેબા ગામ નજીક ગઇકાલે અખિલ ભારતીય પંચાયત પરિષદ અને કિશન ક્રાંતિ સેના દ્વારા યોજાયેલા ખેડુત સંમેલનને સંબોધતા પાટીદાર અનામત આંદોલન સીમતિ (પાસ)ના પ્રમુખ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધારાસભ્યોના પગાર બમણા કરાયા પરંતુ ખેડુતોના હીતનો નિર્ણય કરાયો નથી.
હાર્દિકે દેવા માફી, પાક વિમો અને દિવસમાં આઠ કલાક વિજળી આપવાના પ્રશ્ર્ને આક્રોશ વ્યકત કર્યો હતો. ખેડુતોને 6 હજારની રોકડ સહાયના બદલે યુરિયા, ડીએપી, જંતુનાશક દવા અને બિયારણો સસ્તા મળે તે માટે જી.એસ.ટી. દુર કરવાની માંગણી કરી હતી. તેણે ગુજરાતમાં 2200 અને દેશમાં 12000 ખેડુતોએ આપઘાત કર્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુને ટ્રેકટરના ગીયર કેટલા હશે તે અંગે તથા કેન્દ્રિય કૃષિ મંત્રી પુરુષોતમ રૂપાલાને કઇ ઋતુમાં કર્યું વાવેતર થાય તેની ખબર હશે કે કેમ ? તેવો કટાક્ષ સંભર સવાલ ઉઠાવી ખેડુતોએ પોતાના હકક માટે જાતે જ આગળ આવવું જોઇએ તેમ જણાવ્યું હતું.
આ સભામાં સાધુ ચક્રપાણી મહારાજે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ ભૂમિ ત્યાગીની તપસ્વીઓની ભૂમિ છે જેને હુ નમન કરું છું સ્વામી વિવેકાનંદ પાસે જઇને કોઇ વ્યક્તિએ કહ્યું કે તમે મહાન તપસ્વી છો તો ભગવાનના દર્શન મને કરાવી આપો. થોડા દિવસ બાદ વિવેકાનંદજી તે વ્યક્તિને એક ખેતરમાં લઇને જાય છે અને હળ ચલાવી પરસેવાથી લથબથ થયેલા ખેડુતને બચાવી કહે છે કે આ ભગવાન છે.
તેમણે બીજી વાત એવી કરી હતી કે અંગ્રેજોની હકુમતને જગાડવા શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂએ સંસદમાં બોંબ ફોડ્યા હતા તો અંગ્રેજી સરકારે તેઓને ફાંસીએ લટકાવી દીધા હતાં.
દેશ આઝાદ તો થઇ ગયો પરંતુ સરકારો તો સુતી જ રહી, સરકારને જગાડવા, ખેડુતોનું શોષણ, સમાજનું શોષણ થતું હોવાનું જણાવી 25 વર્ષના એક પાટીદાર બાળક હાર્દિક પટેલે માત્ર રેલી યોજી અને સડક ઉપર ઉપવાસ કર્યા તો સરકારે તેને, તેનામિત્રોને રાજદ્રોહના આરોપ (કેસ)માં ફીટ કરી દીધા હતાં. હાર્દિક ખેડુતોનો મુદ્દો ઉઠાવે છે અને દેશભરમાં તેની વાત કરે છે પરંતુ સરકાર હજુ સાંભળવા તૈયાર નથી.
આ સંમેલનમાં હાલારના ચારેય કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ (ખંભાળિયા), ચિરાગ કાલરીયા (જામજોધપુર), વલ્લભ ધારવીયા (જામનગર ગ્રામ્ય) અને પ્રવિણ મુસડીયા (કાલાવડ), રાજકોટના નેતા ઇન્દ્રનીલ રાજયગુરૂ, ખેડુત અગ્રણીઓ, પંચાયત પરિષદના ખજાનચી જેન્તીભાઇ સભાયા, પરિષદના જિલ્લા પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી આગેવાન રા.કુ.આદિત્યસિંહ જાડેજા વિગેરે આગેવાનો તેમજ હજારોની મેદની ઉપસ્થિત રહી હતી.

વકીલ કિરીટ જોષીના પરિવારજનો હાર્દિકને મળ્યાં
જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોષીની તેમની જ ઓફીસ નીચે પૂર્વયોજીત કાવતરૂં રચી કરાયેલી સરાજાહેર હત્યાની ઘટનામાં મુખ્ય આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આથી સ્વ.કિરીટ જોષીના માતા, પત્ની અને પુત્ર વિગેરે આપ્તજનો ગઇકાલે સરકાર સામે મેદાને પડેલા હાર્દિક પટેલ પાસે મદદની માંગણી કરવા અને સરકાર સુધી સ્વ.કિરીટભાઇની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી સજા થાય તે માટેની લાગણી પહોંચાડવા રજૂઆત કરી હતી.


Advertisement