વેરાવળમાં ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

09 February 2019 03:14 PM
Veraval
  • વેરાવળમાં ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

Advertisement

વેરાવળ તા.9
વેરાવળમાં ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ તથા સુમંગલ મહિલા મંડળ દ્રારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં 161 વિઘાર્થી ભાઇ-બહેનોને સન્માનીત કરવામાં આવેલ હતા. સામાન્ય રીતે શહેરી વિસ્તારના તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવતું હોય ત્યારે ગ્રામીણ વિઘાર્થીઓને આવું પ્રોત્સાહન ભાગ્યે જ મળતું હોય તેથી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લી. ઇન્ડીયન રેયોન સંચાલીત જન સેવા ટ્રસ્ટ અને સુમંગલ મહિલા મંડળ દ્રારા ખાસ દર વર્ષે ઘો.10 તથા 12 ની બોર્ડ દ્રારા લેવાતી પરીક્ષામાં જવલંત સફળતા મેળવનાર ગ્રામીણ વિઘાર્થી ભાઇ-બહેનોને સ્મૃતિ રૂપે ઉપયોગી વસ્તુ ભેટ આપી સન્માનીત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કાર્યક્રમ યોજાયેલ જેમાં તાલુકાના 42 ગામના 161 વિઘાર્થીભાઇ-બહેનોને સન્માનીત કરેલ હતા. આ તકે જીલ્લા શિક્ષણાઘિકારી કૈલા, ટ્રસ્ટના ચેરમેન એચ.એસ.ડાગર, ટ્રસ્ટી ગોવર્ઘન ગુપ્તા, સુમંગલ મહિલા મંડળના પ્રમુખ અનુ ડાંગર, રેયોનના પદાઘિકારીઓ, સરપંચો, શાળાના આચાર્યો, મહિલા મંડળના પદાઘિકારીઓ સહીતના હસ્તે લેપટોપ બેગ, સર્ટીફીકેટ ફાઇલ, પુસ્તકો, ડાયરી તથા પેન સહીતની અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ઘો.10 તથા 12 માં ઉચ્ચ સ્થાન મેળવનાર 50 વિઘાર્થીઓને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ હોવાનું શ્રઘ્ઘા મહેતાએ એક યાદીમાં જણાવેલ છે.


Advertisement