મોદી તામિલનાડુમાંથી પણ ચૂંટણી લડશે!

09 February 2019 12:50 PM
India Politics
  • મોદી તામિલનાડુમાંથી પણ ચૂંટણી લડશે!

2014માં ઉતર ભારતની જેમ 2019માં દક્ષિણ ભારત પર છવાઈ જવાનો વ્યુહ ; ક્ધયાકુમારીની બેઠક પ્રથમ પસંદ: અન્નાડીએમકે સાથે ગઠબંધનથી દક્ષિણના રાજયમાં જીતનો વિશ્ર્વાસ

Advertisement

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત તામિલનાડુમાં પણ એક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. 2014માં મોદીએ ગુજરાતની વડોદરા અને યુપીમાં ભાજપ માટે વાતાવરણ બનાવવા વારાણસી બેઠક લડી હતી અને બન્ને પ્રચંડ બહુમતીથી જીતીને બાદમાં વડોદરા બેઠક છોડી હતી. ભાજપને 2014માં ઉતરપ્રદેશમાં મોદી એપ સર્જવામાં વારાણસી બેઠક પર લડવાનો નિર્ણય કારગર નિવડયો હતો. હવે દક્ષિણ ભારતમાં ભાજપ આ વ્યુહ અપનાવી રહ્યો છે તેવા સંકેત છે. મોદી વારાણસી ઉપરાંત દક્ષિણ ભારત જયાં ભાજપ મજબૂત સ્થિતિ નથી ત્યાં ચૂંટણી લડીને ખાસ સંદેશો આપવા પ્રયાસ કરી આ ક્ષેત્રમાં પણ ભાજપનો પ્રભાવ અને બેઠકો વધારવામાં મદદ થશે તેવો વ્યુહ છે. તામિલનાડુમાં ભાજપ અને અન્નાડીએમકેનું ગઠબંધનના સંકેત છે. જેથી રાજયની 39 બેઠકમાંથી ભાજપને 4-6 બેઠકો લડવા મળી શકે છે. ભાજપનો વ્યુહ તેને દક્ષિણમાં જે સ્થાન નથી તેવું રાજકીય મહેણું છે તે ભોગવા માંગે છે. 1991 પુર્વે કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશમાં પથરાયેલો પક્ષ હતો. સાઉથમાં પણ કોંગ્રેસની તાકાત હતી જે હવે ઘસાઈ છે. ભાજપ તેના ખાલી સ્થાને આવવા માંગે છે. જેમાં પશ્ર્ચીમ, ઉતર અને પુર્વીય ભારતમાં તો સફળતા મળી જ છે. હવે દક્ષિણમાં તે આગળ વધવા માંગે છે. મોદી માટે ક્ધયાકુમારી કોઈમ્બતોર કે ત્રિરૂપુર એમ ત્રણમાંથી એક બેઠક પસંદ કરી શકાય છે. 2014માં તામિલનાડુમાં ભાજપને 5.5% મતો મળ્યા હતા.


Advertisement