સ્વાઈન ફલુ કેડો નથી છોડતો, દેશમાં છેલ્લા ત્રણ દિ’માં 30 મોત

09 February 2019 12:17 PM
Health India
  • સ્વાઈન ફલુ કેડો નથી છોડતો, દેશમાં છેલ્લા ત્રણ દિ’માં 30 મોત

સ્વાઈન ફલુમાં રાજસ્થાન અગ્રેસર, ગુજરાત બીજા ક્રમે યથાવત : આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 250ના મૃત્યુ

Advertisement

નવી દિલ્હી તા.9
દેશભરમાં આ વર્ષે સ્વાઈન ફલુએ મચાવેલા કહેરથી અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના જીવ ગયા છે. આ બીમારીથી માત્ર છેલ્લા ત્રણ દિવસમાં ગુરુવાર સુધીમાં 30 વધુ લોકોના જીવ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવાર સુધીમાં આ બીમારીથી સૌથી અધિક 96 લોકોના મોત રાજસ્થાનમાં નિપજયા છે.
ત્યારબાદ ગુજરાતમાં 54 લોકોના જીવ ગયા છે. પંજાબમાં 300થી વધુ લોકો એચ1 એન1 વાયરસની ઝપટમાં આવી ગયા છે. જયારે 30 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં સ્વાઈન ફલુના 1409 કેસમાં 6 લોકોના મોત નિપજયા છે. હરિયાણામાં 589 લોકો આ જીવલેણ બીમારીની ઝપટમાં આવી ગયા છે, જયારે આ બીમારીથી બે લોકોના મોત થયા છે.
કેન્દ્ર સરકારે પ્રભાવિત રાજયોને બીમારીના ઝડપી નિદાન માટે વ્યવસ્થા વધારવાનું સૂચન કર્યુ છે. સાથે હોસ્પિટલોમાં વેન્ટીલેટરની સુવિધા સાથે બેડ અનામત રાખવાનું પણ કહ્યું છે.


Advertisement