સીએની પરિક્ષામાં રાજકોટની વિદ્યાર્થીનીનો રાષ્ટ્રીયસ્તરે 22મો ક્રમ; સુરેન્દ્રનગરની છાત્રા 25માં સ્થાને

09 February 2019 12:13 PM
Surendaranagar Gujarat Rajkot
  • સીએની પરિક્ષામાં રાજકોટની વિદ્યાર્થીનીનો રાષ્ટ્રીયસ્તરે 22મો ક્રમ; સુરેન્દ્રનગરની છાત્રા 25માં સ્થાને

પરીક્ષાનું સરેરાશ પરિણામ 28.91 ટકા; ગત વર્ષ કરતા નીચુ

Advertisement

રાજકોટ તા.9
સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ઈન્ટરમીડીયેટની ગત નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે અને ટોપ 50 વિદ્યાર્થીઓમાં ગુજરાતના સાત છાત્રો સામેલ છે. રાજકોટની વિદ્યાર્થીનીએ પણ ડંકો વગાડયોહોય તેમ સમગ્ર દેશમાં 22મો ક્રમ મેળવ્યો છે.
સીએ ઈન્ટરમીડીયેટસમાં સરેરાશ પરિણામ 28.91 ટકા જાહેર થયુ છે. ટોપ-25માં ગુજરાતના સાત છાત્રો છે જયારે ટોપ-50માં ગુજરાતના સાત છાત્રો છે જયારે ટોપ-50માં ગુજરાતના 15 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકયા છે. ગુજરાતમાંથી સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી અમદાવાદનો છે અને રાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો છે. રાજકોટની બ્રિંદા રાજેશભાઈ તેજુરાએ 22મો રેન્ક મેળવીને રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડયો છે. સુરતના વિદ્યાર્થીએ 17મો રેન્ક મેળવ્યો છે.
ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા નવેમ્બર 2018માં લેવાયેલી પરિક્ષાનું પરિણામ જાહેર કરાયુ હતું. દેશભરમાંથી 1.57 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદના બે વિદ્યાર્થીઓ ટોપ-50માં આવ્યા છે. જો કે, અમદાવાદનું કુલ પરિણામ ગત વર્ષની સરખામણીએ નબળુ આપ્યુ છે. ગત મે 2018ની પરીક્ષામાં અમદાવાદનું પરિણામ 47.91 ટકા તથા નવેમ્બર 2017ની પરીક્ષાનું પરિણામ 39.09 ટકા હતું. તેની સરખામણીએ નીચુ આવ્યુ છે. રાષ્ટ્રીય પરિણામ પણ નીચુ આવ્યુ છે.
રાજકોટની છાત્રા ઉપરાંત સુરેન્દ્રનગરની જાનકી ચેતનભાઈ ગોહીલ નામની છાત્રાએ પણ 25મો ક્રમ મેળવ્યો હતો.


Advertisement