સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો કુલકુલ મિજાજ : નલીયામાં પ.8 ડિગ્રી : કાલથી જોર ઘટશે

09 February 2019 11:25 AM
Ahmedabad Gujarat
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો કુલકુલ મિજાજ :  નલીયામાં પ.8 ડિગ્રી : કાલથી જોર ઘટશે

ઠેર-ઠેર હીલ સ્ટેશન જેવું વાતાવરણ : ફેબ્રુઆરીએ પણ ઠુંઠવ્યા : રાજકોટમાં 11, ભાવનગર 11.1, ભૂજમાં 10.2 ડીગ્રી તાપમાન

Advertisement

રાજકોટ તા.9
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીનો મિજાજ જળવાઇ રહ્યો છે. કચ્છનું નલીયા પ.8 ડિગ્રી સાથે આજે પણ ઠીંગરાયું હતું.
આજે રાજયમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના શહેરોમાં હીલ સ્ટેશન જેવું વાતાવરણ હતું. નલીયામાં પારો ગગડીને પ.8 ડિગ્રી પર આવ્યો હતો. તો કંડલામાં 9.પ અને ભૂજમાં 10.2 ડીગ્રી તાપમાન હતું. રાજકોટમાં 11, ભાવનગરમાં 11.1 અને ડીસામાં 6.6 ડીગ્રી પારો હતો.
ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં બુધવાર સાંજથી તીવ્ર ઠંડીની સાથે સૂસવાટા મારતો ઠંડો પવન ફૂંકાતા સૌરાષ્ટ્ર ઠંડીથી ધ્રુજી ઉઠયું હતું. પવનના કારણે ઠંડી તો વધુ અનુભવ થતો હતો. રાજકોટમાં એક દિવસમાં જ તાપમાન 4.પ સે ઘટીને ગઇકાલ ે10 સે. નોંધાયું હતું. જે આજે 11 ડિગ્રી થયું હતું.
રાજકોટમાં બપોેરે કલાકના સરેરાશ 22 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો દિવસ આખો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહ્યા હતા અને માર્ગો સૂમસામ બની જતા હતા.
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ આજે હજુ ગુજરાતમાં ઠંડીનું જોર રહેશે અને ત્યારબાદ રવિવારથી તાપમાનમાં બે ત્રણ સે.નો ઘટાડો થવાની શકયતા છે અને ઠંડીનું જોર ઘટશે.
આગાહી
અમદાવાદ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હોય તેવી કડકડતી ઠંડી જારી રહી છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9.8 લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગઇકાલે દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે. હજુ આગામી બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. જો કે આ પછી ઠંડીમાં તબક્કાવાર ઘટાડો થતો જશે. ગુજરાતની પડોશમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીમાં વધારો થતાં ગત રાત્રીએ 10 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું.


Advertisement