બીજા ટી20 મેચમાં ભારતની જીત: શ્રેણી 1-1થી સરભર: રોહીત-ઋષભની તોફાની બેટીંગ

08 February 2019 05:06 PM
Sports
  • બીજા ટી20 મેચમાં ભારતની જીત: શ્રેણી 
1-1થી સરભર: રોહીત-ઋષભની તોફાની બેટીંગ

Advertisement

ઓકલેન્ડ તા.8
બીજા ટી20 મેચમાં જીત મેળવીને ભારત શ્રેણી સરભર કરવાના માર્ગે હોય તેમ 159 રનના જીત લક્ષ્યાંક સામે 10.4 ઓવરમાં એક વિકેટે 88 રન બનાવી લીધા હતા.
ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. ભારતીય વેધક બોલીંગ સામે પ્રારંભીક બેટસમેનો ઝીક ઝીલી શકયા ન હતા. શીફર્ટ 20, મુનરો 12, મીશેલ 1, વીલીયમ્સન 20 રને ઉડતા 50માં 4 વિકેટ ખડી ગઈ હતી ત્યારે ટેલર અને ગ્રાન્ડોમે બાજી સંભાળક્ષને 77 રનની ભાગીદારી કરી હતી. ગ્રાન્ડહોમે 28 રન કર્યા હતા. ટેલરે 42 રન બનાવ્યા હતા. સેન્ટમર 7, સાઉધી 3 રને આઉટ થતા ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 8 વિકેટે 158 રન બનાવી શકયુ હતું.
159 રનના ટારગેટ સામે ભારતે આક્રમક શરુઆત કરી હતી. રોહીત તથા ધવનની જોડીએ 79 રન ઝુડયા હતા ત્યારે રોહીત શર્મા 29 દડામાં 4 છગ્ગા અને 3 ચોકકા સાથે 50 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ધવન પણ 31 દડામાં 30 રન બનાવીને આઉટ થયો હતો. વિજય શંકર 8 દડામાં એક છગ્ગા અને એક ચોકકા સાથે 14 રન બનાવીને પેવેલીયનમાં પાછો ફર્યો હતો. આ તકે એક છેડે ઉભેલા ઋષભ પંત અને ધોનીએ બાકીનું કામ પૂર્ણ કરીને ભારતને વિજય અપાવી દીધો હતો.
ભારતીય બોલરોમાં કુણાલ પંડયાએ 3, ખલીલ અહેમદે 2 તથા ભુવનેશ્ર્વર અને હાર્દિકે 1-1 વિકેટ ઝડપી હતી.

રોહીત શર્માનો રેકોર્ડ: ટી20માં સૌથી વધુ રન
ભારતીય ક્રિકેટર રોહીત શર્માએ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ સર્જયો છે. ન્યુઝીલેન્ડના માર્ટીન ગુપ્તીલ તથા પાકના શોએબ મલિકનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
2007માં ટી20 કેરીયરની શરુઆત કરનાર રોહીત શર્માએ આજના મેચમાં 35 રન કર્યા ત્યારે રેકોર્ડ તોડયો હતો. ઉપરાંત ટી20 મેચમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટસમેન બન્યો છે. આ સાથે ક્રિકેટના ત્રણેય ફોર્મેયમાંસૌથી વધુ રન બનાવવાનો વિક્રમ ભારતીયોના નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં સચીનના 200 ટેસ્ટમાં 15921 રન છે. વન-ડેમાં 463 મેચોમાં 18426 રન છે.

મીશેલને આઉટ આવતા મેદાન પર ‘હાઈ-ડ્રામા’
ટી20 જંગમાં 6ઠ્ઠી ઓવરમાં કિવીઝ બેટસમેન મીશેલને આઉટ અપાતા વિવાદ સર્જાયો હતો. મેદાન પર હાઈડ્રામા થયા હતા. કુણાલ પંડયાની ઓવરમાં મીશેલને લેગબીફોર આઉટ અપાતા તેણે ડીઆરએસને આશરો લીધો હતો તેમાં દડો બેટને લાગીને ગયો હોવાનું જણાતા દર્શકો ઉત્સાહપૂર્વક ચીચીયારી કરી હતી છતાં થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. આ તકે મીશેલ નારાજ થયો હતો અને પેવેલીયનમાં પાછુ જવુ પડયું હતું.


Advertisement