ગુજરાતમાં પ6 દેશોના સાઇબર નિષ્ણાંતોની કોન્ફરન્સ

08 February 2019 05:05 PM
Gujarat

11 થી 13 ફેબ્રુઆરી સુધી આયોજન : સાઇબર ગુનાખોરીના પડકારને પહોંચી વળવા ચર્ચા થશે

Advertisement

ગાંધીનગર તા.8
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ) દ્વારા ગાંધીનગર માં સાઇબર સિક્યુરિટી વિષય અંતર્ગત 56 દેશોના 72 સભ્યો વચ્ચે મહત્વની કોંફરન્સ યોજાશે .જેમાં વિષય અંતર્ગત તલ સ્પર્શી ચર્ચાવિચારણા કરવામાં આવશે. અને વધતા જતા સાઇબર ક્રાઇમ અંગે વિચારવિમર્શ કરવામાં આવશે.
સાઇબર સિક્યુરિટી વિષય ઉપર ગાંધીનગર ખાતે વિવિધ 56 દેશોના 72 સભ્યો વચ્ચે આગામી 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન(3 દિવસ) ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડેમી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં સૌપ્રથમ વાર 8 મી ઇન્ટરપા કોંફરન્સ નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે.
ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ના યજમાન પદે આયોજિત કોન્ફરન્સ મા મુખ્ય વિષય સાઇબર સિક્યોરિટી એન્ડ કોમ્બટીંગ સાઇબર ક્રાઈમ છે. જ્યારે 8ની વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન 11મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે ઈન્ટરપા ના પ્રમુખ ડો. ઇલમાઝ ખાસ ઉપસ્થિત રહેશે.
ગત 2 જુલાઈ ,2011ના રોજ આ સંસ્થા ની સ્થાપના થઇ હતી. એટલું જ નહીં ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડેમી એ દુનિયામાં આવેલી પોલીસ એકેડેમી અને તેની સમકક્ષ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ નું વિશ્વભરનું એસોસિએશન છે. તદુપરાંત આ એસોસીએશન માં ભારત દેશ ઉપરાંત વિદેશી દેશો જેવા કે આફ્રિકા ,યુરોપ ,એશિયા, અમેરિકા, સાઉથ કોરિયા ,ઉઝબેકિસ્તાન ,યુકે ,ઓસ્ટ્રેલિયા સહિતના કુલ 56 દેશોના 72 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.જોકે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડમી માં સભ્ય છે ત્યારે 8મી વાર્ષિક આ કોન્ફરન્સમાં સિનિયર પોલીસ અધિકારીઓ, પોલીસ એકેડમીના વડા , પોલીસ તાલીમ અને ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ના અધિકારીઓ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે અને સાઇબર ક્રાઇમ ઇન્વિસ્ટિગેશન , ડિજિટલ એવિડન્સ , અને ડિસ્ટરબિંગ ઇન્ફોર્મેશન ઓન સોશિયલ મીડિયા સહિત અન્ય વિષયો ઉપર વિચારોનું આદાન પ્રદાન કરી માર્ગદર્શન મેળવેશે. તો બીજી તરફ આજના યુગમાં સાઇબર ક્રાઇમ એક દેશ અને દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને સુદ્રઢ બનાવવા ઇન્ટરપા સાથે જોડાણ કરી ને વિશ્વની પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને યુનિવર્સિટી દ્વારા સતત તાલીમ આપવામાં આવે છે .સાથે સાથે ફોરેન્સિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવાની કામગીરી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે .અને આજે આ યુનિવર્સિટી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે ત્યારે આગામી 11મી ફેબ્રુઆરીએ આયોજિત 8મી વાર્ષિક કોન્ફરન્સ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવશે જે ગુજરાત માટે ગૌરવ સમાન બનશે.


Advertisement