ગુજરાતના સરપંચો સરકાર સામે મોરચો માંડશે : 18મીએ મહાસંમેલન યોજાશે

08 February 2019 04:57 PM
Gujarat
  • ગુજરાતના સરપંચો સરકાર સામે મોરચો માંડશે : 18મીએ મહાસંમેલન યોજાશે

મહિને રૂા.25000નું માનદ વેતન આપવા અવિશ્ર્વાસનો કાયદો રદ કરવા સહિતની સરપંચોની માંગણી

Advertisement

ગાંધીનગર તા.8
સરપંચ એકતા મહાસંમેલન ના નેજા હેઠળ ગુજરાતના તમામ સરપંચોએ સરકાર સામે મોરચો માંડવા આગામી 18 ફેબ્રુઆરીએ એકઠા થશે અને અંદાજિત 10થી વધુ માગણીઓ અંગે મહા સંમેલન કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી તેમજ ગુજરાતના રાજ્યપાલ સમક્ષ પડતર માંગણીઓ ની રજૂઆત કરશે આ અંગે માહિતી આપતા સરપંચ એકતા મહાસંમેલનના આયોજક દીપકભાઈ પરમારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત સરપંચ તરીકે હોદ્દો ધરાવતા તમામ સરપંચોને વર્તમાન સ્થિતિ એ આપવામાં આવેલી સત્તાઓ નાવિરોધમાં અને કેટલીક માંગણીઓ ના સમર્થનમાં સરપંચ મહાસંમેલન આયોજીત કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ અને કેટલીક વખત જાતિવાદ ના કારણે રાજકીય રમતો ના કારણે અને અંગત અદાવતના કારણે કેટલીક વખત નિર્દોષ સરપંચ સસ્પેન્ડ થતો હોય છે તે માટે અવિશ્વાસ નો કાયદો સરકાર રદ કરે તેવી માગણી કરવામાં આવી છે આ ઉપરાંત પ્રત્યેક મહિને 25000 રૂપિયા નું માનદ વેતન મળે અને ગ્રામ વિકાસ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે સાથે સાથે એક એવી માંગ પણ કરી છે કે પંચાયતના નાણાકીય કામોની અંદર ચેક ઉપર માત્ર સહી જ માન્ય રાખવામાં આવે અને તલાટી મંત્રીની સહિત નાબૂદ કરવાની માંગ કરી છે તો બીજી તરફ ગ્રામ પંચાયત ના સરપંચ ને 50 હજાર રૂપિયાથી વધારે રોકડ રકમ વિકાસ કામ માટે વાપરવાની સત્તા આપવામાં આવે એટલું જ નહીં દબાણ હટાવો ઝૂંબેશમાં સરપંચ સામે કોઈ જ પોલીસ ફરિયાદ થાય નહીં અને દબાણની કાર્યવાહી કક્ષાએથી થાય તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત તેમણે એવી માંગ કરી છે કે ગ્રામ વિકાસના કોઈપણ કામ ની અંદર સરકારી કર્મચારી અથવા રાજકીય નેતાઓ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે નહીં અને તમામ સત્તાઓ સરપંચ ને જ આપવામાં આવે અને બંધારણ ની જોગવાઈ મુજબ સરપંચ ને અપાયેલી 29 નો અમલ કરી સરપંચ ખુદ સત્તા અધિકારી બને તેવી માંગ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનું રાજકારણ પણ ધીમે ધીમે ગરમાઈ રહ્યું છે પરિણામે સરપંચ એકતા મહાસંમેલન ના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના અંદાજે 14,292 ગામના ગ્રામ પંચાયતના પ્રમુખો મહાસંમેલન કરી તેમણે કરેલી માગો ની રજૂઆત આગામી 18મી ફેબ્રુઆરીએ રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમક્ષ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ સરપંચોએ કરેલી લેખિત માગો પરથી એવું ફલિત થાય છે કે સરપંચ તરીકેનો હોદ્દો છીનવાય નહીં તે માટે અવિશ્વાસની દરખાસ્ત નો કાયદો રદ કરવા માટેની માંગ કરી છે .
તો બીજી તરફ ગામમાં થતા વિકાસના કામે રોકડી કરી લેવા 5 લાખથી વધુની ગ્રાન્ટ અને 50 હજાર રૂપિયા રોકડા રકમ હાથ ઉપર રાખવાની માંગ સહિત અનેક માંગો અનેક તર્ક-વિતર્ક સર્જે છે કારણકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગામડાઓનો વિકાસ કરવા કટીબદ્ધ બન્યા છે તો બીજી તરફ વર્તમાન ભાજપ સરકાર પણ ગામડાના વિકાસ થકી ગુજરાતને રોલ મોડલ બનાવવાની દિશામાં અગ્રેસર રહી છે ત્યારે સરપંચ એકતા મહાસંમેલન ના નેજા હેઠળ સરકાર સમક્ષ કરવામાં આવનાર રજૂઆતો માં સરપંચો ગામ ના વિકાસ બહાને પોતાનો વિકાસ કરવા માટે ઉપસ્થિત કરેલો મુદ્દો કેટલા અંશે વ્યાજબી છે તે યક્ષ પ્રશ્ર્ન છે.


Advertisement