નર્મદા કેનાલ બની ડેથ સ્પોટ

08 February 2019 03:13 PM
Rajkot Gujarat
  • નર્મદા કેનાલ બની ડેથ સ્પોટ

દર વર્ષે કેનાલમાં આત્મહત્યા-અકસ્માતથી મોતની ઘટના વધતી જાય છે : રાજયભરમાં પથરાયેલી કેનાલ નેટવર્કના ધસમસતા પાણી ઝડપથીમોત આપે છે પેટ્રોલીંગથી પણ મોત ઘટતા નથી

Advertisement

રાજકોટ: ગુજરાતની જીવાદોરી જેવી નર્મદા બંધમાં એક તરફ ઓકસીજનની માત્રા ઘટી જવાના કારણે માછલા સહીતના અનેક નાના જળચરોના સામુહિક મૃત્યુથી પાણી પ્રદૂષિત થવાની ચેતવણી આપી છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં પડવાથી કે આત્મહત્યા કરવાથી મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીના પુર કે કાંકરીયા તળાવમાં પણ આત્મહત્યાની ઘટનાઓ વધી છે તો તેની સાથે જોડાતી કેનાલો પણ મોતનો કુદકો લગાવવા જાણીતી બની છે. 2015માં 40 લોકોએ નર્મદા કેનાલમાં આત્મહત્યાકરી હતી જે 2016માં 49 અને 2017માં 65 તથા 2018માં 80 લોકોએ આ પ્રકારે જીવન ગુમાવ્યા છે. અમદાવાદના એડી. ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ કેનાલ એ નવા ડેથ સ્પોટ બની ગયા છે. ફાયર બ્રિગેડને દર વર્ષે 350-400 રેસ્કયુ કોલ મળે છે. જયાં 275 થી 300 નર્મદા કેનાલના જ હોય છે.અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, ધોળકા, વિરમગામ, પ્રાંતિજ આ તમામ ક્ષેત્રમાંથી પસાર થતી કેનાલ પણ આ માટે જાણીતી બની છે. અમદાવાદમાં સાબરમતી પરના તમામ બ્રીજ પર ઉંચી જાળી લગાવી દેવામાં આવી છે. ઉપરાંત બ્રીજ પરના ચોકીદારો પણ સજાગ છે. જેની અહી આત્મહત્યા કરનારા કોઈ શાંકાસ્પદ પ્રવૃતિ કરે તો તુર્ત જ તેઓ એલર્ટ થઈને જાણ કરે છે. કાકરીયા તળાવ સુધી પહોંચવું અધુરુ છે અને ચાંડોલા તમામની આસપાસ વસતિ વધતા આપઘાત મુશ્કેલ બન્યું છે. આપઘાત કરનારા સામાન્ય રીતે એ કોમ શાંત જગ્યા પસંદ કરે છે અને લાંબા કેનાલ નેટવર્કનો વધુ ઉપયોગ થાય છે.
ફકત આપઘાત જ નહી. આકસ્મિક મૃત્યુ પણ વધ્યા છે. સેલ્ફી લેવાના ચકકરમાં હવે વધુ જીવન જાય છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી મોહનભાઈના બે સંબંધીના પુત્રો આ રીતે સેલ્ફીના ચકકરમાં કેનાલમાં ડુબ્યા હતા અને તરવાનું જાણતા હતા પણ પાણીના પ્રવાહ સામે ટકી શકયા નહી. પાણીના ઉપરના પ્રવાહથી અંદર ગયા બાદ તેઓના જાડા સ્પોટ શુઝ તરવામાં પણ વિધ્ન પહોંચાડે છે.


Advertisement