રાહુલની 14મીએ રેલી: લાલ ડુંગરી રાહુલ માટે પણ લકકી પુરવાર થવાની કોંગ્રેસને આશા

08 February 2019 03:09 PM
Ahmedabad Gujarat
  • રાહુલની 14મીએ રેલી: લાલ ડુંગરી રાહુલ માટે પણ લકકી પુરવાર થવાની કોંગ્રેસને આશા

ઈન્દીરા, રાજીવ અને સોનિયા ગાંધીએ રેલી યોજી ત્યારે પક્ષે કેન્દ્રમાં સતા મેળવી હતી :' વલસાડ જીલ્લાના ધરમપુર ખાત ેરેલી ઉપરાંત કોંગ્રેસ કારોબારીની બેઠક

Advertisement

અમદાવાદ તા.8
14 ફેબ્રુઆરીએ વલસાડના ધરમપુર ખાતે યોજાનારા પક્ષાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભારે ઉત્સાહીત છે. આ નગર કોંગ્રેસ માટે મહત્વ ધરાવે છે. પુર્વ વડાપ્રધાનો રાજીવ ગાંધી અને ઈન્દીરા ગાંધી તથા પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પછી લોકસભાની ચૂંટણી પહેલા રેલી યોજી ચૂકયા છે, અને એ પછી પક્ષે આ બેઠક જીતી હતી.રાહુલની મુલાકાત ટાણે પક્ષની કારોબારીની બેઠક પણ ધરમપુર નજીક યોજવા વરિષ્ઠ આગેવાનો આયોજન કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કારોબારીની આ છેલ્લી બેઠક હશે.
જીપીસીસીના અધ્યક્ષ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલના પેરન્ટસ અને દાદીએ 1980, 1985 અને 2015માં લાલડુંગરી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધી હતી. અહીં જયારે પણ રેલી યોજવામાં આવી છે ત્યારે પક્ષે સરકાર રચી છે. એવું માનવામાં આવે છે કે જે પક્ષ વલસાડ બેઠક જાતે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે.
ગુજરાત વડાપ્રધાન અને ભાજપ અધ્યક્ષનું રાજય હોઈ, કોંગ્રેસ ધરમપુરમાં મહત્વની જાહેરાત અને ઠરાવ કરી પ્રચારમાં વ્યુહાત્મક સરસાઈ મેળવવા માંગે છે.
ગુજરાતમાં કોંગ્રેસ કારોબારી યોજાશે તો રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને દિલ્હી બહાર યોજાનારી એ બીજી સેન્સ હશે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિએ બર્મા, મહારાષ્ટ્રમાં કારોબારી યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વર્કીંગ કમીટી પક્ષની નિર્ણય લેતી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે. એના 23 સભ્યો છે. ગુજરાતમાંથી અહેમદ પટેલ, દીપક બાબરીયા તેના સભ્યો છે. બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત ઈન્ચાર્જ રાજીવ સાતવ કારોબારીના કાયમી આમંત્રીતો છે.


Advertisement